નવી દિલ્હીઃ ક્રિકેટમાં જ્યારે બેસ્ટ ફિલ્ડરની વાત આવે ત્યારે એકમાત્ર નામ જૉન્ટી રોડ્સનુ સામે આવે છે. દક્ષિણ આફ્રિકાનો આ પૂર્વ ખેલાડી દુનિયાનો સૌથી બેસ્ટ ફિલ્ડર છે. પરંતુ આ ખેલાડીના મતે ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયાનો બેસ્ટ ફિલ્ડર છે.

ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન ભારતીય ક્રિકેટર સુરેશ રૈના સાથે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જૉન્ટી રોડ્સ સાથે કરી, આ દરમિયાન જ્યારે રૉડ્સને પુછવામાં આવ્યુ કે તેમને કોણ બેસ્ટ ફિલ્ડર લાગે છે, ત્યારે તેમને દુનિયાના કેટલાક બેસ્ટ ફિલ્ડરોના નામ ગણાવ્યા હતા. આમા ભારતના બેસ્ટ ફિલ્ડર તરીકે જાડેજાને ગણાવ્યો હતો.

જૉન્ટી રોડ્સે કહ્યું મને એબી ડિવિલિયર્સ સૌથી બેસ્ટ ફિલ્ડર લાગે છે, ન્યૂઝીલેન્ડમાં માર્ટિન ગપ્ટિલ બેસ્ટ ફિલ્ડીંગ કરી રહ્યો છે. આ પછી તેમને ભારત માટે રવિન્દ્ર જાડેજાનુ નામ લીધુ હતુ.



જૉન્ટી રોડ્સે કહ્યું ભારતમાં જાડેજા બેસ્ટ ફિલ્ડર છે, હું હંમેશા કહુ છુ કે બૉલને ઉપરથી ફેંકો, પણ તે સાઇડમાંથી ફેંકે છે અને સ્ટમ્પ પણ મિસ નથી કરતો, તે એકદમ અલગ છે. જાડેજા ક્યારેય રનઆઉટને નથી છોડતો. જૉન્ટી રોડ્સે વધુમાં કહ્યું કે, જાડેજાની સ્પીડ સારી છે, તે ડાઇવ નથી મારતો. હંમેશા બાઉન્ડ્રી પર જ ડાઇવ કરે છે. જાડેજાનુ વનડે અને ટેસ્ટ બન્નેમાં પ્રદર્શન બેસ્ટ છે. તે ખુબ સરસ ફિલ્ડર છે.

ઉપરાંત લાઇવ ચેટમાં જૉન્ટી રોડ્સે દુનિયાના બીજા કેટલાય બેસ્ટ ફિલ્ડરોના નામ ગણાવ્યા હતા, જેમાં માઇકલ બેવનથી લઇને ડિવિલિયર્સની વાત કહી હતી.