WTC Final 2023 Josh Hazlewood Ruled Out: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ આગામી 6 જૂનથી શરૂ થઇ રહી છે, પરંતુ આ પહેલા એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લંડનમાં રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડ આ ફાઇનલ મેચમાંથી બહાર થઇ ગયો છે. ઈજાના કારણે તે પરેશાન છે. આઈસીસીએ આ સમાચાર પોતાની વેબસાઈટ પર શેર કર્યા છે. હેઝલવુડની જગ્યાએ માઈકલ નેસરને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નેસરે ઓસ્ટ્રેલિયા માટે બે ટેસ્ટ અને બે વનડે રમી છે.
ખરેખરમાં, જૉશ હેઝલવુડ IPL 2023 દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ તરફથી રમી રહ્યો હતો. હેઝલવૂડ હવે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતો નથી. આ કારણે ભારત સામે ફાઇનલમાં નહીં રમે. હેઝલવુડ ઓસ્ટ્રેલિયન ટીમના સર્વશ્રેષ્ઠ બૉલરોના લિસ્ટમાં સામેલ છે. ફાઇનલ ના રમવાથી ટીમને મોટુ નુકસાન પણ થઈ શકે છે. હેઝલવુડના બહાર થયા બાદ નેસરને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હેઝલવુડે IPL 2023માં માત્ર ત્રણ મેચ રમી છે. આ દરમિયાન તેને 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે પછી તે આ ટૂર્નામેન્ટ રમી શક્યો નહોતો. હેઝલવુડે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલની છેલ્લી મેચ રમી હતી. હેઝલવુડે આ મેચમાં 3 ઓવર ફેંકીને 32 રન આપ્યા હતા. જોકે એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વળી, દિલ્હી કેપિટલ્સ સામે 1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ -
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જૉશ ઈંગ્લિસ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશાન, નાથન લિયૉન, ટૉડ મર્ફી, માઈકલ નેસર, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.