LSG Appointed Justin Langer As Their Head Coach: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ તેના નવા મુખ્ય કોચ તરીકે જસ્ટિન લેંગરના નામની જાહેરાત કરી છે. આ અગાઉ, એન્ડી ફ્લાવર પ્રારંભિક 2 સિઝનમાં ટીમ માટે મુખ્ય કોચની ભૂમિકામાં હતા, જેમના જવાની પણ ફ્રેન્ચાઇઝી તરફથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ, જસ્ટિન લેંગરને મુખ્ય કોચ બનાવવાની જાહેરાત પણ ફ્રેન્ચાઇઝી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી.


 






એન્ડી ફ્લાવરનો લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝી સાથે બે વર્ષનો કરાર હતો, જે આ વર્ષની સિઝનના અંતે સમાપ્ત થયો હતો. તો બીજી તરફ, જસ્ટિન લેંગર આ સમયે કોઈપણ ટીમ માટે કોચિંગ કરારમાં નથી. જસ્ટિન લેંગરે વર્ષ 2021માં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમને જીત અપાવવામાં કોચ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. જસ્ટિન લેંગરે 2018માં સેન્ડપેપરની ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. આ પછી, તેમના કાર્યકાળ દરમિયાન ટી20 વર્લ્ડ કપ જીતવા ઉપરાંત, ટીમે એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડને 4-0થી હરાવ્યું.


 






લખનૌની ટીમ બંને સિઝનમાં પ્લેઓફમાંથી બહાર 


લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે અત્યાર સુધીમાં 2 આઈપીએલ સીઝન રમી છે, જેમાં બંનેમાં ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ તો રહી, પરંતુ ટીમની સફર એલિમિનેટર મેચ સાથે સમાપ્ત થઈ હતી. હાલમાં પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીર ટીમના કોચિંગ સ્ટાફમાં મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે.  જોકે, આ વખતની આઈપીએલ મેચમાં લખનૌની ટીમ એક વિવાદને લઈને પણ ચર્ચામાં રહી હતી. વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે વિવાદ થયો હતો. આ ઉપરાંત ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી.


આ પણ વાંચો


IND vs SA Schedule: ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની જાહેરાત, વાંચો ક્યારે અને ક્યાં રમાશે મેચ


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial