Kagiso Rabada Record & Stats:  દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમો  ધર્મશાળામાં આમને-સામને છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.  દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા ODI ફોર્મેટમાં સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો ત્રીજો બોલર બની ગયો છે. કગીસો રબાડાએ 95 વનડે મેચમાં 150 વિકેટનો આંકડો પાર કર્યો. કગીસો રબાડાએ નેધરલેન્ડના બેટ્સમેન વિક્રમજીત સિંહને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. રબાડાએ 95 વનડે મેચમાં આ આંકડો પાર કરી એક મોટો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે. 

  


કગીસો રબાડાના ODI આંકડા કેવા છે ?


જ્યારે આ પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર એલન ડોનાલ્ડ, મોર્ને મોર્કેલ અને ઈમરાન તાહિરે 89 મેચમાં 150 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય કગીસો  રબાડા અને ડેલ સ્ટેને 95-95 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. કગીસો રબાડાની વનડે કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 89 મેચમાં 151 વિકેટ ઝડપી છે. કગીસો રબાડાની એવરેજ 27.14 રહી છે. આ સિવાય ODI ફોર્મેટમાં કગીસો રબાડાની ઈકોનોમી 5.07 રહી છે. સાથે જ આ ફાસ્ટ બોલરનો સ્ટ્રાઈક રેટ 32.18 છે. ODI ફોર્મેટમાં, કગીસો રબાડાએ બે વખત એક મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે શ્રેષ્ઠ બોલિંગ ફિગર 16 રનમાં 6 વિકેટ છે.



કગીસો રબાડાની કારકિર્દી આવી રહી છે


કગીસો રબાડાએ 60 ટેસ્ટ મેચોમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. કગીસો રબાડાએ ટેસ્ટ મેચોમાં 280 વિકેટ પોતાના નામે કરી છે. ટેસ્ટ ફોર્મેટમાં કગીસો રબાડાની એવરેજ 22.34 છે જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 39.7 છે. આ ફોર્મેટમાં કગીસો રબાડાએ 13 વખત એક મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સિવાય તેણે 4 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. આ ઉપરાંત, કાગીસો રબાડાએ દક્ષિણ આફ્રિકા માટે 56 T20 મેચમાં 58 વિકેટ લીધી છે. કગીસો રબાડાએ આઈપીએલની 69 મેચોમાં 106 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો છે.   


દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન


સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન-    ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વૈન ડેર ડુસેન, એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેનસન, કગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ગેરાલ્ડ કોએત્ઝી.    


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial