નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે છેલ્લા બે મહિનાથી કોઇપણ પ્રકારની રમતોનું આયોજન નથી થઇ શક્યુ, પણ લૉકડાઉન-4ની શરૂઆત થતાં જ કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજૂએ રમતોને ફરીથી શરૂ કરવાના સંકેત આપી દીધા છે.


રિજિજૂએ રમત ગતિવિધિઓને લઇને કહ્યું કે, સ્ટેડિયમો અને સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં રમત ગતિવિધિઓ ગૃહ મંત્રાલય અને સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અંતર્ગત ચાલુ કરવામાં આવશે. રિજિજૂએ સ્પષ્ટ કર્યુ કે જિમ અને પૂલના ઉપયોગ પર પુરેપુરી પાબંદી રહેશે.



રિજિજૂએ ટ્વીટ કર્યુ- હું ખેલાડીઓ અને રમત સાથે જોડાયેલા બધા લોકોને એ બતાવતા ખુશ છે કે રમત ગતિવિધિઓ સ્ટેડિયમો અને સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં ગૃહ મંત્રાલય અને સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ગાઇડલાઇન અંતર્ગત ચાલુ કરવામાં આવશે, જોકે જિમ અને સ્વીમિંગ પૂલનો ઉપયોગ કરવા પર પાબંદી લાગેલી રહેશે.



કેન્દ્ર સરકારે રવિવારે ચોથા તબક્કાના લૉકડાઉન-4ને 31 મે સુધી લંબાવી દીધુ છે, જોકે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે પ્રમાણે સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષ ટ્રેનિંગ માટે ખોલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના ફેલાઇ રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને છેલ્લા બે મહિનાથી દુનિયાભરની સાથે સાથે ભારતમાં પણ રમત ગતિવિધિઓ પર કાયદેસરની રોક લગાવી દેવામાં આવી છે,