Asia Cup 2023, KL Rahul: 2023 એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયા 2023 એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે.


TOIના અહેવાલ મુજબ, વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલ 2023 એશિયા કપ માટે સંપૂર્ણ રીતે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. કેએલ રાહુલની રિકવરીથી NCA કોચ ખૂબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે અને વિકેટકીપિંગની જવાબદારી પણ નિભાવી શકે છે.


કેએલ રાહુલ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બની શકે છે


નોંધનીય છે કે કેએલ રાહુલ 5 ઓક્ટોબરથી રમાનાર 2023 વન-ડે  વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બની શકે છે. વન-ડે ફોર્મેટમાં લાંબા સમયથી રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે અને વિકેટકીપિંગ સંભાળી રહ્યો છે. રિષભ પંત હજુ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. આવી સ્થિતિમાં રાહુલ ટીમ ઈન્ડિયા માટે ખૂબ મહત્વનો સાબિત થશે.


આઈપીએલ 2023 દરમિયાન વિકેટ કીપર બેટ્સમેન રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. હવે તે ફિટ છે. રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં BCCI ટીમની દેખરેખ હેઠળ છે અને પ્રેક્ટિસ કરી રહ્યો છે. હવે વાપસી કરવા માટે . રાહુલની સાથે જસપ્રિત બુમરાહ, શ્રેયસ ઐય્યર અને પ્રખ્યાત કૃષ્ણા પણ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. પરંતુ બુમરાહ અને કૃષ્ણાને આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. પરંતુ રાહુલે વધુ રાહ જોવી પડશે.


રાહુલે ભારત માટે છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2017માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અને છેલ્લી વન-ડે મેચ માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. ઈજાના કારણે તે આઇપીએલ 2023ની તમામ મેચ રમી શક્યો ન હતો. IPL 2023 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલને ઈજા થઈ હતી. રાહુલ ઘાયલ થતાં લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા કરુણ નાયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાહુલે IPL 2023માં 9 મેચ રમી હતી, જેમાં તેણે 274 રન બનાવ્યા હતા.