આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મેચમાં દરેક ખેલાડીની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. મેચ દરમિયાન બોલર, ફિલ્ડર, બેટ્સમેન બધાની મહત્વની ભૂમિકા હોય છે. દરેક ખેલાડીએ ટીમના સારા પ્રદર્શન માટે સારું પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી છે. ક્રિકેટ મેચમાં, તમે જોયું હશે કે દરેક મેચમાં કોઈ ને કોઈ ખેલાડી ચોક્કસપણે મેચ વિનર તરીકે બહાર આવે છે. મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવે છે.


પ્લેયર ઓફ ધ મેચ તમારા પ્રદર્શન પર નિર્ભર કરે છે, પછી ભલે તમારી ટીમ હારી જાય, તો પણ તમે મેચ ઓફ પ્લેયરનો ખિતાબ જીતી શકો છો. આજે અમે તમને ભારતના આવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે ભારત તરફથી સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.


યુવરાજ સિંહ


ભારતમાં સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. મર્યાદિત ઓવરની રમતમાં તેને ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. આ 34 પ્લેયર ઓફ ધ મેચમાં, તેણે વનડેમાં 27 વખત અને ટી-20માં સાત વખત આ ખિતાબ જીત્યો છે.


રોહિત શર્મા


ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 35 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. રોહિતની તુલના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સાથે કરવામાં આવે છે. તેણે અત્યાર સુધીમાં કુલ 381 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે વનડેમાં 21 વખત, ટી-20માં 10 વખત અને ટેસ્ટમાં 4 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.


સૌરવ ગાંગુલી


ક્રિકેટના મેદાન પર દાદા તરીકે પ્રખ્યાત અને ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલી અત્યાર સુધીમાં 37 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતી ચૂક્યા છે. વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કુલ 424 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સતત ચાર વન-ડેમાં તે પ્લેયર ઓફ ધ મેચ બનવાનો રેકોર્ડ પણ ધરાવે છે.


વિરાટ કોહલી


ભારતના વર્તમાન કેપ્ટન અને વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 57 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તેણે હવે કુલ 440 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે વનડેમાં 36 વખત, ટી-20માં 12 વખત અને ટેસ્ટમાં 9 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.


સચિન તેંડુલકર


ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે, તેણે ભારત માટે સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તેણે પોતાની કારકિર્દીમાં 664 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, વનડેમાં 62 વખત અને ટેસ્ટમાં 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.