Virat Kohli Favourite Dish: એશિયા કપ 2022નું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઈમાં મેચ રમાશે. બંને ટીમના ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આજે અમે વાત કરીશું કે બંને ટીમના ખેલાડીઓ મેદાનની બહાર શું ખાવાનું પસંદ કરે છે. અમારી યાદીમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જેવા નામ છે.


બાબર આઝમ
સામાન્ય રીતે પાકિસ્તાની ખેલાડીઓ બિરયાની ખાવાનું પસંદ કરે છે, પરંતુ બાબર આઝમ આ યાદીમાં નથી. વાસ્તવમાં, બાબર આઝમ ફિટ રહેવા માટે હેલ્ધી ડાયટ લેવાનું પસંદ કરે છે.


વિરાટ કોહલી
જોકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું ફેવરિટ ફૂડ છોલે-ભટુરે છે, પરંતુ વિરાટ ફિટનેસને ધ્યાનમાં રાખીને શાકભાજી, ઈંડા અને દાળ ખાવાનું પસંદ કરે છે.


મોહમ્મદ રિઝવાન
પાકિસ્તાની વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન કાબુલી પુલાવને ખૂબ પસંદ કરે છે. વાસ્તવમાં, કાબુલી પુલાવ નોનવેજ, ગાજર અને કિસમિસને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી લાવવામાં આવે છે.


રોહિત શર્મા
ભારતીય કેપ્ટન રોહિત શર્માને વડાપાવ પસંદ છે. ભારતીય કેપ્ટનના જણાવ્યા અનુસાર, તે તેની કારકિર્દીની શરૂઆતમાં દરરોજ એક વડાપાવ ખાતો હતો.


રવિન્દ્ર જાડેજા
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું મનપસંદ ફૂડ કાઠિયાવાડી ભોજન છે. ભારતીય ઓલરાઉન્ડર જાડેજા રજાઓ દરમિયાન ઘણીવાર કાઠિયાવાડી ભોજન જમતો હોય છે.


ઇમામ ઉલ હક
પાકિસ્તાની ઓપનર ઈમામ-ઉલ-હક એકદમ ફિટનેસ ફ્રીક છે. તે લંચ દરમિયાન માત્ર ફળો અને દહીં ખાય છે.


રિષભ પંત
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની જેમ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પણ છોલે ભટુરે ખાવાનો ઘણો શોખ છે.


શાદાબ ખાન
પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાનને અથાણું  માંસ પસંદ છે. હકિકતમાં, અથાણું માંસ એ મીટની કઢી છે જેને અથાણાં સાથે રાંધવામાં આવે છે.


હાર્દિક પંડ્યા
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખીચડી ખાવાનું પસંદ કરે છે. આ સિવાય તે પોતાના નાસ્તામાં ઈંડા, ચિકન અને શાકભાજીની સાથે ઘણું પ્રોટીન લે છે.


ફખર ઝમાન
ફખર ઝમાન તેની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે, પરંતુ ફખરને તેના ફ્રીના દિવસોમાં સ્વાદિષ્ટ પાસ્તા પસંદ છે. સાથે જ આ ખેલાડી પોતાની ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખે છે.