New Zealand A Tour India Scehdule: સપ્ટેમ્બરમાં ન્યુઝીલેન્ડ-A અને ભારત-A વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી અને ત્રણ ચાર દિવસીય મેચો રમાશે. ચાર દિવસીય મેચ બેંગ્લોરમાં અને વન-ડે મેચ ચેન્નાઈમાં રમાશે. આ સિરીઝમાં ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલ ઈન્ડિયન-એ ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. જો કે તેના સિવાય હનુમા વિહારી પણ કેપ્ટન માટે પ્રબળ દાવેદાર છે.


ગયા વર્ષે, પ્રિયાંક પંચાલ દક્ષિણ આફ્રિકા સામે ભારત એ ટીમનો કેપ્ટન હતો. 32 વર્ષીય પ્રિયંક હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. રિપોર્ટ અનુસાર આ સિરીઝમાં ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની પસંદગી પણ થઈ શકે છે. તેમાં કુલદીપ યાદવ, પૃથ્વી શો, આવેશ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓ છે.


ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આ સિરીઝમાં એવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જેને ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓના બેકઅપ તરીકે જોવામાં આવી રહ્યા છે. જોકે, સિરાજ આ શ્રેણીનો ભાગ નહીં હોય, કારણ કે તે ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી બાદ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમશે.


ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડ A ટીમ: ટોમ બ્રુસ (કેપ્ટન), રોબી ઓ'ડોનેલ, ચાડ બોવેસ, જો કાર્ટર, માર્ક ચેપમેન, ડેન ક્લેવર, જેકબ ડફી, મેટ ફિશર, કેમેરોન ફ્લેચર (વિકી), બેન લિસ્ટર, રચિન રવિન્દ્ર, માઈકલ રિપન, સીન સોલિયા, લોગાન વેન બીક અને જો વોકર.


ન્યુઝીલેન્ડ A vs ભારત A શેડ્યુલ



  • પ્રથમ ચાર દિવસીય મેચ - 1-4 સપ્ટેમ્બર (બેંગ્લોર)

  • બીજી ચાર દિવસીય મેચ - 8-11 સપ્ટેમ્બર (બેંગ્લોર)

  • ત્રીજી ચાર દિવસીય મેચ - 15-18 સપ્ટેમ્બર (બેંગ્લોર)

  • પ્રથમ વન ડે મેચ - 22 સપ્ટેમ્બર (ચેન્નાઈ)

  • બીજી વન ડે મેચ - 25 સપ્ટેમ્બર (ચેન્નાઈ)

  • ત્રીજી વન ડે મેચ - 27 સપ્ટેમ્બર (ચેન્નાઈ)


આ પણ વાંચોઃ


Sanju Samsonના નામે નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ, ઝિમ્બાબ્વેમાં આવુ કરનારો પહેલો ભારતીય વિકેટકીપર બન્યો


SURAT: ઘોર કળિયુગ! સગી માતા દીકરીઓ પાસે કરાવે છે આવું કામ, ગુજરાતના યુવાનોને બનાવે છે ટાર્ગેટ


CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...


India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


ખુશી કપૂરની તસવીરો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સને આવી ઉર્ફી જાવેદની યાદ, દીપિકા પાદુકોણે કરી કમેંટ


દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા સામે લુકઆઉટ નોટિસ