અમદાવાદમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2020-21ની નોકઆઉટ મેચો રમાશે તેમાં અક્ષર પટેલ ગુજરાતનો કેપ્ટન હશે. અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમમાંથી વન ડે અને ટી 20 મેચો રમ્યો છે. તાજેતરમાં પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી હતી. તેની નિવૃત્તિ પછી પ્રથમ ટૂર્નામેન્ટમાં અક્ષરના નેતૃત્વમાં ગુજરાત રમશે. ટૂર્નામેન્ટ માટે ગુજરાતની ટીમ 19 ડિસેમ્બરે મોટેરા ખાતે ટ્રેનિંગ શરૂ કરશે.
આ ટૂર્નામેન્ટની ગ્રુપ મેચો બેંગલુરુ, કોલકાતા, વડોદરા, ઇન્દોર, મુંબઈ અને ચેન્નાઈ ખાતે રમવામાં આવશે. આ દરેક સ્થળોએ ટીમ બાયો-બબલમાં રહેશે. 38 ટીમોને 5 એલાઇટ ગ્રુપ અને એક પ્લેટ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ કર્ણાટક એલાઇટ ગ્રુપ-Aમાં સ્થાન મળ્યું છે અને તે પોતાની ગ્રુપ મેચીસ બેંગલુરુમાં રમશે.
આ ટુર્નામેન્ટ માટે બધી ટીમો પોતપોતાના હોસ્ટ સિટીમાં 2 જાન્યુઆરી સુધીમાં પહોંચી જશે. ખેલાડીઓના 2, 4 અને 6 જાન્યુઆરીના રોજ કોરોના ટેસ્ટ થશે. ટ્રેનિંગની શરૂઆત 8 જાન્યુઆરીએ થશે. નોકઆઉટ મેચીસ 26 જાન્યુઆરીથી રમાશે. તે પહેલાં 20 અને 22 જાન્યુઆરીએ ફરીથી બે વાર કોરોના ટેસ્ટ થશે.