Kohli ODI Century: વિરાટ કોહલીએ એશિયા કપ સુપર-4ની મેચમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 94 બોલમાં 122 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. 2.7 કરોડ લોકોએ વિરાટ કોહલીની સદી હોટસ્ટાર પર લાઈવ જોઈ હતી. સદીના આંકડા પર પહોંચ્યા બાદ વિરાટ કોહલીએ શાનદાર અંદાજમાં ઉજવણી કરી હતી.          






વિરાટ કોહલીની સદી 2.7 કરોડ લોકોએ લાઈવ જોઈ


સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીનો સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. વાસ્તવમાં વિરાટ કોહલીએ વન ડે ઈન્ટરનેશનલ મેચમાં 13 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. વિરાટ કોહલીએ 267 ઇનિંગ્સમાં 13 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો.                                                         






જો આ મેચની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિરાટ કોહલી સિવાય કેએલ રાહુલે 106 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન તરફથી શાદાબ ખાન અને શાહીન આફ્રિદીએ 1-1 વિકેટ લીધી હતી.