Team India's Playing-11: મીરપુર ટેસ્ટ (Mirpur Test)માં ટીમ ઇન્ડિયા (Team India)એ મોટો ફેરફાર કર્યો, ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ (Kuldeep Yadav) ની જગ્યાએ ગુજરાતી ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટ (Jaydev Unadkat)ને ટીમમાં સામેલ કર્યો છે. ટીમ ઇન્ડિયાના આ ફેંસલા પર હવે ફેન્સ ભડક્યા છે, અને ગુસ્સો ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને ઠાલવી રહ્યાં છે.
ખરેખમાં, કુલદીપ યાદવ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો, તેને કુલ 8 વિકેટો ઝડપી હતી, આવામાં પ્લેઇંગ -11થી બહાર કરવો એ ભારીય ફેન્સને નથી ગમ્યુ.
કુલદીપ યાદવે આ પહેલા પણ અનેકવાર ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચોમાં લાજવાબ પ્રદર્શન કર્યુ છે, જોકે, તે સતત ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. આવામાં ફેન્સ એ વાત પર ગુસ્સે છે કે, આવા દમદાર બૉલરને ટીમ ઇન્ડિયા નિયમિર રીતે પ્લેઇંગ ઇલેવનમાં કેમ સામેલ નથી કરતી.
મીરપુરના શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમની પીચ પણ સ્પીનર્સ માટે વધુ અનુકુળ છે. આવામાં સ્પીનરની જગ્યાએ એક વધારાનો ફાસ્ટ બૉલર રમાડવાનો ફેંસલો ફેન્સની સમજમાં નથી આવી રહ્યો. ફેન્સ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત કૉમેન્ટોનો વરસાદ કરી રહ્યાં છે.