LLC 2022: આજે World Giants સામે ટકરાશે India Maharajas- લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (LLC)-2022 આજે ગુરુવારે ઇન્ડિયા મહારાજાસની ટીમની ટક્કર વર્લ્ડ જાયન્ટ્સ સામે થવાની છે. આ મેચ મસ્કટના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટૂર્નામેન્ટની લીગ સ્ટેજની આ છેલ્લી મેચ હશે. ઇન્ડિયા મહારાજાસે પહેલી મેચ જીતીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ તેને સતત બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મદ કૈફના નેતૃત્વ વાળી આ ટીમે આજે પોતાની સર્વશ્રેષ્ઠ રમત બતાવવી પડશે. ઇન્ડિયા મહારાજાસને ગઇ મેચમાં એશિયા લાયન્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. 


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


ઇન્ડિયા મહારાજાસ ટીમ
નમન ઓઝા
વસીમ જાફર
એસ બદ્રીનાથ
મોહમ્મદ કૈફ
યુસુફ પઠાણ
સ્ટુઅર્ટ બિન્ની
નિખિલ ચોપડા
મનપ્રીત ગોની
અમિત ભંડારી
આવિશ્કાર સાલ્વી
મુનાફ પટેલ


વર્લ્ડ જાયન્ટ્સ ટીમ
કેવિન પીટરસન
હર્શલ ગીબ્સ
કેવિન ઓબ્રાયન
કોરી એન્ડરસન
બ્રેડ હેડિન
એલ્બી મૉર્કલ
ડેરેન સેમી
બ્રેટ લી
મૉર્ને મૉર્કલ
રેયાન સાઇટબૉટમ
મોન્ટી પાનેસર


આજની મેચમાં ઇન્ડિયા મહારાજાસ માટે કરો યા મરોની મેચ છે, વળી વર્લ્ડ જાયન્ટ્સની કોશિશ રહેશે કે તે મોટા અંતરથી ના હારે, જો તે આજની મેચ જીતી જાય છે તો 29 જાન્યુઆરીએ તેની ટક્કર એશિયા લાયન્સ સાથે થશે.


ઇન્ડિયા મહારાજાસ અને વર્લ્ડ જાયન્ટ્સની વચ્ચે આજે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે રમાશે. આ મેચ અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચનુ પ્રસારણ સોની નેટવર્ક પર થશે. 


આ પણ વાંચો......... 


Winter beauty tips: શિયાળામાં ડ્રાય સ્કિન અને હેરની સમસ્યામાં આ ઉપાય છે કારગર


Dilruwan Perera Retirement: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ


'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ


Team India, Ind Vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ યુવા ખેલાડીનો પ્રથમવાર કરાયો સમાવેશ


જો તમે શિક્ષકની નોકરી શોધી રહ્યા છો, તો અહીં જુઓ, 8000 હજાર પોસ્ટ ભરતી બહાર પડી, અરજીમાં માત્ર બે દિવસ બાકી છે


નવોદય વિદ્યાલયમાં નોકરી કરવાનું સપનું જોતા હોવ તો અહીં કરો અરજી, બમ્પર વેકેન્સી બહાર પડી, અરજી આડે થોડા દિવસો બાકી


Venus Transit 2022 : 48 કલાક બાદ શુક્ર થવા જઇ રહ્યો છે માર્ગી, આ રાશિ પર પડશે વિશેષ પ્રભાવ, પ્રગતિના નવા દ્રાર ખૂલશે