કોલંબોઃ શ્રીલંકાના સિનિયર ક્રિકેટ ખેલાડી દિલરૂવાન પરેરાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. દિલરૂવાને પોતાના આ નિર્ણયની જાણકારી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સીઇઓને ઇમેઇલ મારફતે આપી હતી. પરેરા શ્રીલંકાની ટેસ્ટ ટીમના મહત્વનો ખેલાડી હતો. તેનો ટેસ્ટ ક્રિકેટ પણ પ્રભાવશાળી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ બાદ તે સ્થાનિક ક્રિકેટમાં રમવાનું ચાલું રાખશે.


ઓફ સ્પિનર પરેરા શ્રીલંકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 50 અને 100 વિકેટ લેનાર બોલર છે. તેણે આ સિદ્ધિ 11મી અને 25મી ટેસ્ટ મેચમાં હાંસલ કરી હતી. શ્રીલંકા તરફથી એક ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેવાની સાથે સાથે અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે.


પરેરાએ વર્ષ 2014માં પાકિસ્તાન વિરુદ્ધ શારઝાહમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ. પરેરાએ વર્ષ 2007માં ઇગ્લેન્ડ વિરુદ્ધ કોલંબોમાં પ્રથમ મેચ રમી છે. વર્ષ 2011માં તેણે કરિયરની પ્રથમ ઇન્ટરનેશનલ ટી-20 મેચ રમી હતી. છેલ્લે 2018માં શ્રીલંકા તરફથી તેણે મેચ રમી હતી.


પરેરાએ પોતાના કરિયરમાં શ્રીલંકા તરફથી 43 ટેસ્ટ, 13 વન-ડે અને 3 ટી-20 મેચ રમી છે. દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 161 વિકેટ લીધી હતી. જ્યારે 13 વન-ડે મેચમાં 13 અને 2 ટી-20માં ત્રણ વિકેટ હાંસલ કરી છે.


પરેરાએ કહ્યું કે હું સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમ્યો તે મારા માટે ખૂબ સન્માનની વાત છે. હું સારી યાદો સાથે રમતને અલવિદા કરી રહ્યો છું. હું સ્થાનિક ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખીશ. પરેરા સ્થાનિક ક્રિકેટમાં 200થી વધુ મેચમાં લગભગ 800 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.


FIR Against Sundar Pichai: મુંબઈમાં Google ના CEO સુંદર પિચાઈ સામે નોંધાઈ FIR, જાણો શું છે મામલો


Ahmedabad : નરાધમ શિક્ષકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બે વર્ષ સુધી વિદ્યાર્થિની સાથે પરાણે માણ્યું શરીરસુખ ને લગ્નની વાત આવી તો...


ગુજરાતના ક્યા ઉચ્ચ પોલીસ અધિકારી હોટલમાં મહિલા પોલીસો સાથે કરતા હતા પાર્ટી ને ઝડપાઈ ગયા ? કોણ કોણ પકડાયું ?


Gautam Adani Become Richest Indian: ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ, જાણો કેવી રીતે મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા