Legends League Cricket 2022: લીજેન્ડ ક્રિકેટ લીગ (LLC) નો ઇન્તજાર કરી રહેલા ક્રિકેટપ્રેમીઓ માટે એક ખુશખબર છે, આ લીગની બે ટીમોના કેપ્ટન નક્કી થઇ ચૂક્યા છે. ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)ને લીડ કરવાની જવાબદારી પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને (Virender Sehwag) સોંપામાં આવી છે, વળી, ઇન્ડિયા કેપિટલ્સ (India Capitals) ની કમાન ગૌતમ ગંભીર (Gautham Gambhir) ને સોંપાઇ છે. ગુજરાત જાયન્ટ્સનો માલિક અડાણી ગૃપ છે, જ્યારે ઇન્ડિયા કેપિટલ્સનો માલિક હક જીએમઆર સ્પોર્ટ્સ લાઇની પાસે છે.
વિરેન્દ્ર સહેવાગે એક કેપ્ટન તરીકે ક્રિકેટના મેદાન પર વાપસી કરવાને લઇને કહ્યું કે, - હું ફરીથી ક્રિકેટના મેદાન પર પાછો આવવા માટે ઉત્સાહિત છું, અડાણી ગૃપ અને ગુજરાત જાયન્ટ્સ જેવા ધંધાકિય સંગઠનનો ભાગ બનવા ક્રિકેટની નવી ઇનિંગ શરૂ કરવાની પરપેક્ટ રીત છે. હું વ્યક્તિગત રીતે હંમેશા નીડર થઇને ક્રિકેટ રમવાનુ માનુ છું અને હું અહીં પણ આ જ શૈલીને આગળ વધારીશ.
ઇન્ડિયા કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીરે કહ્યું- મારુ હંમેશાથી માનવુ રહ્યું છે કે ક્રિકેટ એક ‘ટીમ ગેમ’ છે, અને એક કેપ્ટન એટલો જ સારો હોય છે, જેટલી તેની ટીમ હોય છે. ઇન્ડિયા કેપિટલ્સનુ નેતૃત્વ કરતાં હુ એવી ટીમ બનવા પર જોર આપીશ કે જે જોશથી ભરેલી હોય.
16 સપ્ટેમ્બરથી શરૂ થશે લીજેન્ડ લીગ ક્રિકેટ -
લીજેન્ડ લીગ ક્રિકેટ પહેલીવાર ભારતમાં રમાશે, આ લીગની મેચોની યજમાની છ અલગ અલગ શહેરમાં કરવામાં આવી છે, કોલકત્તા, લખનઉ, નવી દિલ્હી, કટક અને જોધપુરમાં આ લીગની મેચો રમાશે. લીજેન્ડ લીગ ક્રિકેટ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 8 ઓક્ટોબરે રમાશે. કોલકત્તાના ઇડન ગાર્ડનમાં લીગની પહેલી મેચ રમાશે.
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે