IPL 2023 Eliminator LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. લખનૌની ટીમ હાર સાથે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી.


 






લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ્સ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ


માર્કસ સ્ટોઇનિસે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઓપનર કાયલ મેયર્સ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પ્રેરક માંકડ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની એક રન બનાવી આગળ ગયો હતો. નિક્લસ ખાતું પણ ખોલી શક્યો ન હતો. દીપક હુડ્ડાએ 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમ 2 રન બનાવીને આઉટ થયો હતો.


 






મુંબઈ માટે ગ્રીન-વાઢેરાએ શાનદાર ઇનિંગ્સ રમી 


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેમરૂન ગ્રીને 41 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. નેહલ બઢેરાએ 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33 રન બનાવ્યા હતા. સૂર્યાએ પણ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતો. તિલક વર્માએ 26 રન અને ટિમ ડેવિડે 11 રન બનાવ્યા હતા. ઓપનર ઈશાન કિશન 15 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા માત્ર 11 રન બનાવી શક્યો હતો.


લખનૌ માટે યશ-નવીને શાનદાર બોલિંગ કરી


લખનૌ તરફથી યશ ઠાકુરે 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. નવીન-ઉલ-હકે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહસીન ખાને 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને ગૌતમને એક પણ વિકેટ મળી ન હતી.