6 wickets in 6 balls, Virandeep Singh: ક્રિકેટની રમતમાં અમૂક સમયે એવી ઘટનાઓ અને રેકોર્ડ બની જાય છે, જે હંમેશા માટે યાદ રહી ગયા છે. આવી જ ઘટના નેપાલમાં રમાઇ રહેલી ટી20 મેચમાં બની છે. અહીં નેપાલમાં રમાઇ રહેલી પ્રૉ ક્લબ ટી20 ચેમ્પીયનશીપમાં એક ચમત્કાર જોવા મળ્યો. મલેશિયાના 22 વર્ષી લેફ્ટ આર્મ સ્પિનર વીરનદીપે ટી20 ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ઇનિંગની 20મી ઓવરમાં વીરનદીપ સિંહે એક ઓવરમાં 5 વિકેટો ઝડપવાની સાથે એક રનઆઉટ પણ કર્યો. જેની મદદથી વીરનદીપ સિંહની ટીમ મલેશિયા ઇલેવને પુશ સ્પોર્ટ્સ દિલ્હીને એક ઓવરના તમામ છ બૉલમાં 6 વિકેટ ઝડપીને અનોખો ઇતિહાસ રચી દીધો.
મલેશિયન ઇલેવન તરફથી વીરનદીપ સિંહ 20મી ઓવરમાં બૉલિંગ કરવા આવ્યો, ત્યારબાદ તેને વાઇડથી શરૂઆત કરી. પહેલા બૉલ પર વીરનદીપ સિંહે પુશ સ્પોર્ટ્સના કેપ્ટન મૃગાંક પાઠકની વિકેટ ઝડપી.
આ વિકેટ બાદ બીજા બૉલ પર ઇશાન પાંન્ડે રનઆઉટ થઇ ગયો, ત્યાર બાદ વીરનદીપ સિંહે બાકીના ચાર બલ પર 4 વિકેટો ઝડપીને નવો કિર્તિમાન રચી દીધો. વીરનદીપ સિંહે આ ઓવરમાં ત્રણ બેટ્સમેનોને ક્લિન બૉલ્ડ કર્યા, સાથે જ તેને પોતાનો સ્પેલ 2 ઓવરોમાં 9 રન આપીને 5 વિકેટ પર પુરો કર્યો હતો.
પુશ સ્પોર્ટ્સની 20મી ઓવર, વીરનદીપ સિંહની બૉલિંગ-
પહેલો બૉલ - મૃગાંક પાઠ, કેચ આઉટ
બીજો બૉલ - ઇશાન પાન્ડેય, રનઆઉટ
ત્રીજો બૉલ - અનિન્દો નહારાય, ક્લિન બૉલ્ડ
ચોથો બૉલ - વિશેષ સરોહા, ક્લિન બૉલ્ડ
પાંચમો બૉલ - જતિન સિંઘલ, કેચ આઉટ
છઠ્ઠો બૉલ - સ્પર્શ, ક્લિન બૉલ્ડ
આ મેચમાં મલેશિયા ઇલેવને પુશ સ્પોર્ટ્સને 7 વિકેટથી હરાવી દીધુ. પુશ સ્પોર્ટ્સે મલેશિયા ઇલેવનને 20 ઓવરોમાં 133 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યને મલેશિયા ઇલેવને 18મી ઓવરમાં જ પુરુ કરી દીધુ. વીરનદીપ સિંહે બેટિંગ પણ સારુ કર્યુ, તેને પુશ સ્પોર્ટ્સ વિરુદ્ધ 19 બૉલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.
બેટ્સમેન વીરનદીપ સિંહ મલેશિયા માટે 29 ટી20 મેચો રમી ચૂક્યો છે. 22 વર્ષીય આ ખેલાડીએ મેલેશિયા માટે 29 ટી20 મેચોમાં 113ની સ્ટ્રાઇક રેટથી 800 રન બનાવ્યા છે. બૉલિંગમાં તેના નામે માત્ર 5 વિકટો જ છે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે