The Hundred: ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં રમી રહેલો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. આ લીગમાં માર્કસ સ્ટોઈનિસે ઓવલ ઈન્વિન્સીબલ્સ સામેની મેચમાં આવું કર્યું હતું, જેના પછી તેની આકરી ટીકા થઈ રહી છે. જો કે માર્કસ સ્ટોઈનિસ માટે રાહતની વાત છે કે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.


પાકિસ્તાની બોલરની એક્શન પર સવાલો ઉઠાવ્યા હતાઃ


ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં સધર્ન બ્રેવ તરફથી રમતા માર્કસ સ્ટોઈનિસ પાકિસ્તાનના યુવા ઝડપી બોલર મોહમ્મદ હસનૈનના શોર્ટ બોલ પર આઉટ થઈ ગયો હતો. જ્યારે તે આઉટ થયા બાદ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે પાકિસ્તાની બોલરની બોલિંગ એક્શન ઉપરનો આરોપ લગાવ્યો હતો. જોકે માર્કસના આરોપ લગાવાની આ ઘટના બાદ ઔપચારિક રીતે કોઈ સજા આપવામાં આવશે નહીં. આ મેચમાં સ્ટોઇનિસે હસનૈનની બોલિંગ એક્શનની નકલ કરી હતી. આ કારણે સ્ટોઈનિસને મેચ રેફરીએ પણ બોલાવ્યા હતો.


સ્ટોઇનિસે શિસ્ત સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથીઃ


જો કે, મેચ રેફરી અને મેચ અધિકારીઓને જાણવા મળ્યું કે, માર્કસ સ્ટોઈનિસે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની કોઈપણ શિસ્ત સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી. તેથી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ફાસ્ટ બોલર હસનૈનને પણ બિગ બેશ લીગમાં તેના એક્શન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ તે જૂનમાં નવી એક્શન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો છે. હંડ્રેડ ક્રિકેટ લીગ હાલમાં ઈંગ્લેન્ડમાં ચાલી રહી છે. આ લીગમાં દરરોજ રોમાંચક મેચો રમાઈ રહી છે.






આ પણ વાંચોઃ


IPL: CSK સાથેના મતભેદ બાદ જાડેજાને પોતાની ટીમમાં લેવા માટે આ ત્રણ ફ્રેંચાઈજી વચ્ચે થઈ શકે છે હરીફાઈ


Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલ સામે વાત કરતા યુવક થઈ ગયો ભાવુક, જુઓ બે હાથ જોડીને શું કરી વિનંતી


ITBP Bus Accident: ITBP જવાનોની બસને કાશ્મીરમાં નડ્યો અકસ્માત, 6 જવાનોના મોત