MI-W vs UPW-W : કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર અડધી સદીની મદદથી મુંબઈએ યૂપી વોરિયર્સને 8 વિકેટે હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગની 10મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આમને-સામને છે.
મહિલા પ્રીમિયર લીગની 10મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સ સામે શાનદાર જીત મેળવી હતી. તેઓએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યુપીની ટીમને આઠ વિકેટે હરાવ્યું. ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ચોથી જીત છે. યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુપીએ 20 ઓવરમાં છ વિકેટે 159 રન બનાવ્યા હતા. મુંબઈએ 17.3 ઓવરમાં બે વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 159 રન બનાવ્યા હતા. મુંબઈને 160 રનનો ટાર્ગેટ મળ્યો છે. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. તાહલિયા મેકગ્રાએ 50 રનની ઇનિંગ રમી હતી. કિરણ નવગીરેએ 17 રનનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન એલિસા હીલી 58 રન બનાવી આઉટ થઈ છે. યૂપી વોરિયર્સની ટીમે 17 ઓવર બાદ 4 વિકેટ ગુમાવીને 141 રન બનાવી લીધા છે.
યુપી વોરિયર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 16 ઓવરમાં બે વિકેટે 138 રન બનાવ્યા છે. કેપ્ટન એલિસા હીલી અડધી સદી ફટકારી શાનદાર ઈનિંગ રમી રહી છે. આ વિકેટની વચ્ચે ખૂબ જ શાનદાર ભાગીદારી થઈ છે.
યુપી વોરિયર્સની ટીમે 4 ઓવરમાં એક વિકેટે 34 રન બનાવ્યા છે. કેપ્ટન એલિસા હીલી અને કિરણ નવગીરે મેદાનમાં રમી રહ્યા છે. ટીમને પહેલો ફટકો દેવિકા વૈદ્યના રૂપમાં લાગ્યો હતો. દેવિકા પાંચ બોલમાં છ રન બનાવીને આઉટ થઈ હતી.
યુપી વોરિયર્સ: દેવિકા વૈદ્ય, એલિસા હીલી (c/wk), શ્વેતા સેહરાવત, કિરણ નવગિરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, શબનમ ઈસ્માઈલ, અંજલિ સરવાની, રાજેશ્વરી ગાયકવાડ.
મુંબઈ ઈન્ડિયન્સ: યાસ્તિકા ભાટિયા (wk), હીલી મેથ્યુસ, નતાલી સિવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (c), ધારા ગુજ્જર, અમેલિયા કેર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમની કલિતા, સાયકા ઈશાક.
યૂપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈએ આ પહેલા પોતાની ત્રણેય મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજી તરફ યુપી વોરિયર્સે ત્રણમાંથી બે મેચ જીતી છે. તે ત્રીજા સ્થાન પર છે.
બ્રેકગ્રાઉન્ડ
મહિલા પ્રીમિયર લીગની 10મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આમને-સામને છે. મુંબઈએ આ પહેલા પોતાની ત્રણેય મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજી તરફ યુપી વોરિયર્સે ત્રણમાંથી બે મેચ જીતી છે. તે ત્રીજા સ્થાન પર છે. યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -