T20 World Cup: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપમાં બુમરાહનું સ્થાન લેશે. આ સાથે મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.