Mohammed Siraj India vs Bangladesh: ભારત અને બાંગ્લેદેશ વચ્ચે અત્યારે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે, બન્ને ટીમ પહેલા વનડે સીરીઝ રમી ચૂકી છે, જેમાં ભારતીય ટીમની હાર થઇ છે અને હવે ભારતની નજર ટેસ્ટ સીરીઝ જીતવા પર છે. પરંતુ પ્રથમ ટેસ્ટમાં ભારતીય બૉલરોએ તરખાટ મચાવી દીધો છે, અને બાંગ્લાદેશની ટીમે ફરી એકવાર નબળી સાબિત થઇ છે. ભારતીય ટીમમના પરફોર્મન્સમાં મોહમ્મદ સિરાજે જબરદસ્ત બૉલિંગનો દમ બતાવ્યો છે.
દિવસના અંતે જ્યારે મોહમ્મદ સિરાજેને આટલી ખતરનાક બૉલિંગ અંગે પુછવામાં આવ્યુ તો તેને પોતાનો ગેમ પ્લાન બતાવ્યો હતો, તેને કહ્યું કે, મેં બાંગ્લાદેશ સામે એક ખાસ ગેમ પ્લાન સાથે બૉગિંગ કરી છે. સિરાજે બૉલિંગ અંગ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારો પ્લાન સ્ટમ્પ ટૂ સ્ટમ્પ બૉલિંગ કરવાનો હતો.
દિવસની રમત બાદ પ્રેસ કૉન્ફરન્સમાં સિરાજે કહ્યું કે, - તેની સફળતા પાછળનું કારણે એક જ છે, તે તેને એક જ જગ્યાએ સ્ટમ્પ ટૂ સ્ટમ્પ બૉલિંગ કરવાનુ હતુ. સિરાજે ઘાતક બૉલિંગ કરતાં માત્ર 13 ઓવર ફેંકી છે, અને તેમાં પણ 2 મેડન અને 20 આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી, સિરાજની બૉલિંગના કારણે બાંગ્લાદેશની ટીમ શરૂઆતમાં જ નબળી પડી ગઇ હતી.
તેને કહ્યું કે, મારો પ્લાને એક જ હતો કે બૉલ માત્ર એક જ જગ્યા પર સતત નાંખવો, મે વિચાર્યુ કે કંઇક નવુ કરવા જઇશ તો રન પડશે, મને સ્ટમ્પ ટૂ સ્ટમ્પ બૉલિંગ કરી અને બાંગ્લાદેશના ટૉપ ઓર્ડરને ધરાશાયી કરવામાં સફળતા મળી હતી. સિરાજે કહ્યું કે જ્યારે તેમે સ્ટમ્પ ટૂ સ્ટમ્પ બૉલિંગ કરો છો, તો તમને એલબીડબલ્યૂ કે પછી બૉલ્ડ આઉટ કરવાનો મોકો મળી રહી છે, અને મે તે જ કર્યું.
મેચની વાત કરીએ તો, બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગમાં લથડી ગઇ છે, પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 55.5 ઓવર રમીને 150 રન જ બનાવી શકી છે, બાંગ્લાદેશની ટીમે 150 રન કર્યા હતા, જેમા સૌથી રહીમે 28 રન, હસને 25 રન અને લિટન દાસે 24 રનની ઇનિંગ રમી હતી, આ સિવાય કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો. આ સાથે જ ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં 258 રનની મજબૂત લીડ મળી ચૂકી છે.