Team India New Bowling Coach: ટીમ ઈન્ડિયાના નવા હેડ કૉચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. રાહુલ દ્રવિડનો હેડ કૉચ તરીકેનો કાર્યકાળ ટી20 વર્લ્ડકપ 2024 બાદ સમાપ્ત થયો હતો. હવે જવાબદારી ગંભીરના ખભા પર રહેશે. ભારતીય ટીમ પણ બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ કૉચની શોધમાં છે. BCCI બૉલિંગ કૉચ માટે ઝહીર ખાન અને લક્ષ્મીપતિ બાલાજીની પસંદગી કરી શકે છે.


ઝહીર અને બાલાજીની કારકિર્દી શાનદાર રહી છે. તેની પાસે કૉચિંગનો અનુભવ પણ છે. ANIના એક સમાચાર અનુસાર, BCCI ઝહીર અને બાલાજીને બોલિંગ કોચ બનાવી શકે છે. બોર્ડ આ બંને સાથે વાતચીત કરી રહ્યું છે. એવા પણ સમાચાર છે કે BCCI વિનય કુમારમાં રસ દાખવી રહ્યું નથી. તેથી ઝહીર અને બાલાજીને તક મળી શકે છે.


શાનદાર રહી છે ઝહીરની કેરિયર 
ઝહીર ખાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણા મહત્વપૂર્ણ પ્રસંગોએ ઘાતક બૉલિંગ કરી છે. ઝહીરે ભારત માટે 92 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 311 વિકેટ ઝડપી છે. ઝહીરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટેસ્ટ ઇનિંગ્સમાં 87 રનમાં 7 વિકેટ લેવાનું હતું. ઝહીરે ભારત માટે 200 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 282 વિકેટ ઝડપી છે. ઝહીરે 17 ટી20 મેચ પણ રમી છે.


કંઇક આવી રહી બાલાજીની કેરિયર - 
બાલાજીએ ટીમ ઈન્ડિયા માટે 30 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 34 વિકેટ ઝડપી છે. બાલાજીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વનડેમાં 48 રનમાં 4 વિકેટ લેવાનું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 8 ટેસ્ટ મેચ પણ રમી છે. આ દરમિયાન તેણે 27 વિકેટ ઝડપી છે. બાલાજી 5 ટી20 મેચ પણ રમી ચૂક્યો છે. જેમાં 10 વિકેટ ઝડપી હતી. બાલાજી ભારત માટે 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચૂક્યો છે.