MS Dhoni In Movie: છેલ્લા કેટલાય દિવસોથી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટમાંથી ફિલ્મોમાં એન્ટ્રી થવાની વાતો વહેતી થઇ છે, પરંતુ તેને લગતું કોઇપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યુ નથી. જોકે હાલમાં જ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે ફિલ્મ પ્રૉડક્શન હાઉસ શરૂ કર્યું હતું. આ પ્રૉડક્શન હાઉસનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે. આ પ્રૉડક્શન હાઉસની પ્રથમ ફિલ્મનું નામ 'LGM' છે. ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પ્રૉડક્શન હાઉસની પહેલી ફિલ્મ 'LGM' શુક્રવારે રિલીઝ થઇ છે, પરંતુ શું આગામી દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મોમાં અભિનેતા તરીકે જોવા મળશે ? આ સવાલનો જવાબ હવે ખુદ સાક્ષી ધોનીએ આપ્યો છે.
મહેન્દ્રસિંહ ધોની હવે એક્ટર તરીકે ફિલ્મોમાં કામ કરશે ?
જ્યારે સાક્ષી ધોનીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મોમાં અભિનેતા તરીકે જોવા મળશે ? આ સવાલના જવાબમાં સાક્ષી ધોનીએ કહ્યું કે હું તે દિવસની રાહ જોઈ રહી છું. તે મારા માટે સૌથી ખુશીનો દિવસ હશે. જો આવું થાય તો... તેણે એમ પણ કહ્યું કે હું તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહી છું. સાક્ષી ધોની આગળ કહે છે કે જો બધું બરાબર રહેશે તો તે ચોક્કસપણે કરશે. આ ઉપરાંત સાક્ષી ધોનીએ જણાવ્યું કે મહેન્દ્ર સિંહ ધોની એક સારો એક્ટર કેવી રીતે સાબિત થઈ શકે છે?
'જો મહેન્દ્ર સિંહ ધોની માટે મને ફિલ્મની પસંદગી કરવાની થશે તો.... '
સાક્ષી ધોનીએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ કેટલીય જાહેરાતોમાં કામ કર્યું છે. તે ખૂબ જ મૈત્રીપૂર્ણ છે, તેને કેમેરાની સામે કોઈ સમસ્યા નથી. તે જાણે છે કે કેવી રીતે અભિનય કરવો... તેને કહ્યું કે તે 2006થી સતત કેમેરાની સામે કામ કરી રહ્યો છે. સાથે જ સાક્ષી ધોનીએ કહ્યું કે જો મારે મહેન્દ્ર સિંહ ધોની માટે ફિલ્મ પસંદ કરવી હોય તો હું કેપ્ટન કૂલ માટે એક્શન ફિલ્મ પસંદ કરીશ, કારણ કે તે હંમેશા એક્શનમાં હોય છે.
ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં ગણાય છે મહેન્દ્ર સિંહ ધોની -
ખાસ વાત છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વનડે અને ટી20 વર્લ્ડકપ ઉપરાંત ICC ચેમ્પિયન્સ ટ્રૉફીનો ખિતાબ પણ જીત્યો છે. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 બની હતી. તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ 5 વાર IPL ટ્રૉફી જીતી છે.