MS Dhoni VIDEO: ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023થી બ્રેક પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તે મોટાભાગનો સમય ઘરે જ વિતાવે છે. જોકે તે ઘણીવાર બહાર ફરવા પણ જાય છે. નિવૃત્તિ બાદ પણ ધોનીની ફેન ફોલોઇંગમાં કોઇ જ ઘટાડો નથી આવ્યો. આનો પુરાવો સોશ્યલ મીડિયા પર અવારનવાર જોવા મળતા વીડિયો છે. આ બધાની વચ્ચે હવે ધોનીનો એક દિલધડક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 


ખરેખરમાં, આ વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, ધોની એક ખુરશીમાં બેઠેલો દેખાઇ રહ્યો છે. તેની બાજુમાં એક મહિલા ફેન ઉભી છે. અચાનક આ મહિલા ફેન ધોનીને પગે લાગવા લાગે છે. આ જોઈને ધોની તેની સાથે હાથ મિલાવે છે. આ વીડિયોને સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તે Twitter(X) પર કેટલાય યૂઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ધોનીના પગ સ્પર્શ કરવાના કેટલાય વીડિયો સામે આવ્યા છે. તેના ઘણા ફેન્સે આવું કર્યું છે. IPL 2023ની ઓપનિંગ સેરેમની દરમિયાન સિંગર અરિજીત સિંહે પણ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો.


ધોની સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 45 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરી રહ્યાં છે. ધોનીએ તેના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પૉસ્ટ શેર કરી હતી. આમાં તે પોતાના પાલતુ કૂતરા સાથે જોવા મળે છે. ધોનીએ તેના જન્મદિવસ પર તેની સાથે કેક કાપી હતી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર એક કરોડથી વધુ લોકોએ લાઈક કર્યો છે, સાથે જ હજારો લોકોએ કૉમેન્ટ પણ કરી હતી.






ધોનીની પત્ની સાક્ષી તેના કરતા સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ છે. તે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ધોનીની દીકરી ઝીવાનું પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. ઘણીવાર કોઈને આના પર કંઈક જોવા મળે છે.