IPL Team MI Franchise: મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝીએ પાંચ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઈટલ જીત્યું છે. હવે વિદેશી લીગમાં પણ ધૂમ મચાવશે. ઉલ્લેખનીય છે કે MI ફ્રેન્ચાઈઝીની માલિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે UAE અને દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં પણ બે ટીમો ખરીદી છે.






આ ટીમો ખરીદવાના સમાચાર જૂના છે, પરંતુ નવી વાત એ છે કે MI ફ્રેન્ચાઇઝીએ આ બંને ટીમોના નામ અને લોગો જાહેર કર્યા છે. આ સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને નામ અને લોગો પણ લોન્ચ કર્યો છે.


MI ફ્રેન્ચાઇઝીએ UAEની T20 લીગમાં તેમની ટીમનું નામ 'MI Emirates' રાખ્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં તેની ટીમનું નામ 'MI કેપ ટાઉન' છે. આ બંને ટીમો અને IPLની મુંબઈ ઈન્ડિયન્સ એક જ MI પરિવારનો ભાગ છે. જે બે શહેરોની ટીમોને યુએઈ લીગ અને સાઉથ આફ્રિકા લીગમાં એમઆઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યા છે. ટીમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલે કે UAEમાં અમીરાત અને સાઉથ આફ્રિકા લીગમાં કેપટાઉન શહેરની ટીમ ખરીદવામાં આવી છે. જો આ બે ટીમો એટલે કે MI ના નામ જરા વાંચવામાં આવે તો તેનું નામ કંઈક આવુ હશે - 'MI અમીરાત' અને 'MI કેપ ટાઉન'. આ રીતે ટીમ અને નામ પણ તે શહેરના ચાહકોને સમર્પિત છે.


રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈએ 5 આઈપીએલ ટાઈટલ જીત્યા


નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 વખત ટાઈટલ જીતી ચુકી છે. આ તમામ ટાઇટલ રોહિત શર્માની કેપ્ટન્સીમાં જીત્યા છે. 2022ની સિઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરીને મુંબઈ છેલ્લા નંબર પર હતું. પરંતુ હવે ચાહકોને આશા છે કે આગામી એટલે કે 2023ની સિઝનમાં મુંબઈ ચોક્કસપણે છઠ્ઠી વખત ટાઈટલ જીતશે.


Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા


Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........


Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ


Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે