Vijay Hazare Trophy Mumbai vs Saurashtra: શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી ટીમ મુંબઈએ સૌરાષ્ટ્રને 5 વિકેટે હરાવ્યું છે. વિજય હજારે ટ્રોફી 2024-25ની આ મેચમાં મુંબઈએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુંબઈ માટે આયુષ મ્હાત્રેએ વિસ્ફોટક સદી ફટકારી છે. આયુષે 148 રનની ઇનિંગ રમી હતી. જય બિષ્ટે 45 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સૂર્યાંશ શેડગેએ 4 વિકેટ ઝડપી હતી. શ્રેયસ અય્યરની ટીમે 46 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે 289 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર તરંગ ગોહેલે 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 21 બોલનો સામનો કરીને 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે વિશ્વરાજસિંહ જાડેજાએ 92 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ચિરાગ જાનીએ 83 રનનું યોગદાન આપ્યું હતું. ચિરાગની આ ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ દરમિયાન મુંબઈ તરફથી બોલિંગ કરતા સૂર્યાંશે 4 વિકેટ ઝડપી હતી. સિદ્ધેશ લાડને 3 વિકેટ મળી હતી.






મુંબઈ માટે આયુષની વિસ્ફોટક સદી 


સૌરાષ્ટ્રે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈએ 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. તેના માટે આયુષે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 93 બોલનો સામનો કરીને 148 રન બનાવ્યા હતા. આયુષની આ ઇનિંગમાં 13 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. જય બિષ્ટે 45 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસે અણનમ 13 રન બનાવ્યા હતા. તેણે 1 ચોગ્ગો માર્યો. અથર્વે 16 રન બનાવ્યા હતા.


મુંબઈએ આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી


વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં મુંબઈની આ સતત ત્રીજી જીત છે. તેણે કુલ 7 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. મુંબઈની પ્રથમ મેચ કર્ણાટક સામે હતી. કર્ણાટક આ મેચ 7 વિકેટે જીતી ગયું હતું. આ પછી બીજી મેચ હૈદરાબાદમાં અને ત્રીજી મેચ અરુણાચલ પ્રદેશમાં યોજાઈ હતી. આ બંને મેચમાં મુંબઈનો વિજય થયો હતો. પરંતુ આ પછી પંજાબે મુંબઈને 8 વિકેટે હરાવ્યું હતું. પરંતુ મુંબઈએ પુનરાગમન કર્યું અને સતત ત્રણ મેચ જીતી. તેણે સૌરાષ્ટ્ર પહેલા પુડુચેરી અને નાગાલેન્ડને હરાવ્યા હતા. 


RCB ના કેપ્ટનને લઈ નવુ અપડેટ, આ ખેલાડીને મળશે કમાન! કોહલી નહીં બને ફરી કેપ્ટન