New Zealand vs Ireland T20 WC: આજે ન્યૂઝીલેન્ડ અને આયરલેન્ડ વચ્ચે મહત્વની મેચ રમાઇ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 સુપર 12 મેચમાં હેટ્રિક લઇને આયરલેન્ડના જોશુઆ લિટિલ (Joshua Little)એ દિગ્ગજોના લિસ્ટમાં પોતાનુ નામ નોંધાવી લીધુ છે. જોશુઆ લિટિલ ટી20 વર્લ્ડકપ ઇતિહાસમાં હેટ્રિક લેનારો છઠ્ઠો બૉલર બની ગયો છે, અને આયરલેન્ડનો બીજો બૉલર.
એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહેલી ન્યૂઝીલેન્ડ અને આયરલેન્ડ વચ્ચેની મેચમાં આ કારનામુ જોશુઆ લિટિલ કર્યુ છે, જોશુઆ લિટિલ આ મેચમાં કીવી કેપ્ટન કેન વિલિયમસનની સાથે જેમ્સ નિશાન અને મિશેલ સેન્ટનરની વિકેટો ઝડપી હતી, આ હેટ્રિક સાથે જ તેની આંતરરાષ્ટ્રીય ટી20માં પહેલી હેટ્રિક તેના નામે થઇ ગઇ છે. સાથે જ આયરલેન્ડ વિરુદ્ધ આ કારનામુ કરનારો બીજો બૉલર બની ગયો છે.
આ પહેલો આયરલેન્ડના કર્ટિસ કેમ્પર (Curtis Campher)એ નેધરલેન્ડ્સ વિરુદ્ધ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં હેટ્રિક લીધી હતી. ઉલ્લેખનીય છે કે આયરલેન્ડ હવે એકમાત્ર એવો દેશ બની ચૂક્યો છે, જેના બે બૉલરોએ ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક નોંધાવી છે.
ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારા બૉલરો -
બ્રેટ લી - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ, કેપટાઉન 2007
કર્ટિસ કેમ્પર - આયરલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ્સ, અબુધાબી 2021
વાનિન્દુ હરસંગા - શ્રીલંકા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, શારજહાં 2021
કગિસો રબાડા - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, શારજહાં 2021
કાર્તિક મયપ્પન - યૂએઇ વિરુદ્ધ શ્રીલંકા, જિલૉન્ગ 2022
જોશુઆ લિટિલ - આયરલેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, એડિલેડ 2022
મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટો ગુમાવીને 185 રન બનાવ્યા છે, આના જવાબમાં આયરલેન્ડની ટીમે દમદાર શરૂઆત કરી છે, ટીમે પાવરપ્લેમાં જ 6 ઓવરમાં વિના વિકેટે 39 રન બનાવી લીધા છે.
આયરલેન્ડને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં જોશુઆ લિટિલે પોતાની 4 ઓવરની સ્પેલમાં 22 રન આપીને 3 વિકેટો ઝડપી હતી, જોશુઆ લિટિલે કેન વિલિયમસનને 61 રને, જેમ્સ નિશામને 0 રને અને મિશેલ સેન્ટનરને 0 રને પેવેલિયન મોકલીને પોતાની હેટ્રિક પુરી કરી હતી.
સેમિ ફાઇનલમાં પહોંચવા માટે - ગૃપ-1માં શું બની રહ્યું છે સમીકરણ ?
ગૃપ 1માં ન્યૂઝીલેન્ડે આયરલેન્ડ સામે મેચ રમવાની છે અને જીતીને તે આસાનીથી સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. પરંતુ જો આયરલેન્ડ સામે ન્યૂઝીલેન્ડ આ મેચ હારી જાય છે તો મામલો રોચક બની શકે છે. આવામાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પોતાની મેચ જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. જો ત્રણેયે પોતાની મેચ જીતશે તો પછી ન્યૂઝીલેન્ડની સાથે ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. કેમ કે તેનો રનરેટ ઓસ્ટ્રેલિયા કરતા વધુ સારો છે, જો ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાંથી કોઇ પોતાની મેચ હારી જાય છે અને શ્રીલંકા ઇંગ્લેન્ડને હરાવી દે છે, તો પછી શ્રીલંકા સેમિ ફાઇનલમાં પહોંચી જશે.