Suzie Bates Creats History In Women T20 World Cup: ન્યૂઝીલેન્ડની મહિલા બેટ્સમેને સૂઝી બેટ્સે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, તે મહિલા ટી20 વર્લ્ડકપમાં સૌથી પહેલા એક હજાર રન પુરા કરનારી દુનિયાની પહેલી બેટ્સમેને બની ગઇ છે. તેને આ ઉપલબ્ધિ બાંગ્લાદેશ વિરુદ્ધ 17 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાયેલી મેચમાં હાંસલ કરી.
આ મેચમાં સૂઝી બેટ્સે અણનમ 81 રનોની ધારદાર ઇનિંગ રમી હતી, આંકાડા પર નજર કરીએ તો તે ઓવરઓલ (મહિલા/પુરુષ) ટી20 વર્લ્ડકપમાં 1000 રન પુરા કરનારી દુનિયાની માત્ર ત્રીજી ક્રિકેટર બની છે.
સૂઝી બેટ્સ, પહેલી મહિલા ક્રિકેટર -
આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં મહિલા ક્રિકેટરો પર નજર નાંખીએતો સૂઝી બેટ્સ વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર છે. મહિલા ટી20 વર્લ્ડકપમાં તેને 35 મેચોમાં તમામ ઇનિંગોમાં 1010 રન બનાવ્યા છે. ટી20 મહિલા વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારી ટૉપ 5 મહિલા બેટ્સમેનોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગે 932 રન, વેસ્ટ ઇન્ડિઝની સ્ટેફની ટેલરે 926 રન, ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી 898 રન અને ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સે 768 રન બનાવ્યા છે.
ઓવર ઓલ ત્રીજી ક્રિકેટર -
ટી20 વર્લ્ડકપમાં ઓવરઓલ આંકડા પર નજર કરીએ તો, આ મામલામાં સૂઝી બેટ્સ ત્રીજી ક્રિકેટર છે, જેને ટી20 વર્લ્ડકપમાં 1000 કે તેનાથી વધુ રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટૉપ પર છે. વિરાટે 27 મેચોમાં 25 ઇનિંગોમાં 1141 રન બનાવ્યા છે, તેના નામે ટી20 વર્લ્ડકપમાં 14 ફિફ્ટી નોંધાયેલી છે. આ લિસ્ટમાં શ્રીલંકાના પૂર્વ સ્ટાર બેટ્સમેન મહેલા જયવર્ધને બીજા નંબર પર છે. જયવર્ધનેએ ટી20 વર્લ્ડકપમાં 31 મેચોની તમામ ઇનિંગોમાં 1016 રન બનાવ્યા હતા, તેને ટી20 વર્લ્ડકપમાં એક સદી અને 6 ફિફ્ટી ફટકારી છે, વળી, હવે આ લિસ્ટમાં મહિલા ક્રિકેટર સૂઝી બેટ્સ પણ સામેલ થઇ ગઇ છે. સૂઝી બેટ્સે ટી20 વર્લ્ડકપમાં 35 ઇનિંગોમાં અત્યાર સુધી 1010 રન બનાવ્યા છે. તેને ટી20 વર્લ્ડકપમાં 7 ફિફ્ટી ફટકારી છે.
આજની મેચમાં કોણ કોના પર ભારે પડશે ? જાણો ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેના હાર-જીતના આંકડા
ભારત કે ઇંગ્લેન્ડ... હેડ ટૂ હેડ રેકોર્ડ -
આ મેચમાં ઇંગ્લેન્ડનું પલડુ ભારે રહી શકે છે, કેમ કે ઓવરઓલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લિશ મહિલા ટીમ ભારતીય મહિલા ટીમ પર હાવી રહી છે. બન્નેના હાર જીતના આંકડા પર એક નજર કરીએ તો બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઇ છે, અહીં ઇંગ્લેન્ડે 19 મેચોમાં જીત હાંસલ કરી છે, તો ભારતના ખાતામાં માત્ર 7 જીત જ આવી છે. હાલ ઇંગ્લિશ મહિલા ટીમ જબરદસ્ત લયમાં છે, તો ભારતીય ટીમ પણ ફૉર્મમાં દેખાઇ રહી છે. હવે કોઇ બાજી મારે છે, તે જોવાનુ રહ્યુ.
ગ્રુપ-1 -
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
- ઇગ્લેન્ડ
- ભારત
- વેસ્ટ ઇન્ડિઝ
- પાકિસ્તાન
- આયરલેન્ડ
ક્યાંથી જોઇ શકાશે મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડની લાઇવ મેચ -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 18 ફેબ્રુઆરીએ રમાનારી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેથના સેન્ટ જૉર્જ પાર્કમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકાશે. આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે.