હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ ન્યૂઝિલેન્ડે ચાર વિકેટથી જીતી લીધી હતી. હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને જીતવા માટે 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબામાં ન્યૂઝિલેન્ડે 4 વિકેટ ગુમાવી 48.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી રૉસ ટેલર સદી (106) ફટકારી હતી, જ્યારે ટૉમ લાથમ 69 અને હેનરી નિકોલસ 78 રન બનાવ્યા  હતા.  ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપે 2 વિકેટ અને મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી.


ભારત તરફથી શ્રેયસ અય્યરે શાનદાર ઇનિંગ રમતા વનડે કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી, ઉપરાંત કેએલ રાહુલે પોતાની બેસ્ટ બેટિંગના દમ પર 88 રનની ઇનિંગ રમીને ટીમને 347 રન સુધી પહોંચાડી હતી. કેપ્ટન કોહલીએ પણ 51 રનની ઇનિંગ રમી હતી.

કિવી ટીમ તરફથી ટિમ સાઉથીને સૌથી વધુ 2 વિકેટ તથા ડી ગ્રાન્ડહૉમ અને ઇશ સોઢીને 1-1 વિકેટ મળી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં શ્રેયસ અય્યરે પોતાની વનડે કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી. અય્યરે પહેલી વનડે સદી 16મી મેચમાં બનાવી હતી. રાહુલે પણ પોતાની 7મી અડધી સદી બનાવીને શાનદાર ઇનિંગ રમી.

બાદમાં શ્રેયસ અય્યર ટિમ સાઉથીની બૉલિંગમાં 103 રનના સ્કૉર પર સેન્ટનરના હાથમાં કેચ આઉટ થઇ ગયો હતો.


ભારતીય ઓપનર પૃથ્વી શૉ 7.6 ઓવરમાં કૉલિન ડી ગ્રાન્ડહૉમની બૉલિંગમાં લાથમના હાથમાં 20 રનના અંગત સ્કૉરે ઝીલાઇ ગયો હતો. બાદમાં 8.4 ઓવરમાં 32 રનના સ્કૉરે ટિમ સાઉથીએ મયંક અગ્રવાલને પેવેલિયન મોકલ્યો હતો.

28.4 ઓવરમાં ભારતને મોટો ઝટકો લાગ્યો, કેપ્ટન કોહલીને ઇશ સોઢીએ 51 રનના સ્કૉરે બૉલ્ડ કર્યો હતો.

કિવી કેપ્ટન ટૉમ લાથમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ભારતને પહેલા બેટિંગ માટ આમંત્રણ આપ્યુ હતુ. આ વનડેમાં પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલે ડેબ્યૂ કર્યુ છે. આ ઉપરાંત કુલદીપ યાદવ અને કેદાર જાધવ પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ છે.


રાહુલ મિડલ ઓર્ડરમાં કરશે બેટિંગ
કેપ્ટન વિરાટ કોહલીએ આજે કહ્યું કે, પૃથ્વી શો ઓપનિંગ કરશે. તેની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગમાં આવી શકે છે. કોહલી લોકેશ રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડવા માંગતો હોવાનું આજે તેણે સ્પષ્ટ કર્યું હતું.


ભારતીય વનડે ટીમઃ
પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની વનડે ટીમઃ
માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ટૉમ બ્લન્ડેલ, રૉસ ટેલર, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, હમિશ બેન્નેટ.