T20 WC: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજથી સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, પ્રથમ મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ ટકરાશે, તો બીજી મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડની ટક્કર જોવા મળશે. પરંતુ આજની મેચ પહેલા અહીં તમને બન્ને પ્રથમ મેચની સેમિ ફાઇનલિસ્ટ ટીમોની સફર વિશે વાત કરી રહ્યાં છીએ, જાણો બન્ને ટીમોએ સુપર 12 રાઉન્ડમાં કેવુ કર્યુ છે પ્રદર્શન, કેટલી મેચો જીતી છે ને કેટલી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે......


ખાસ વાત છે કે, સુપર 12 રાઉન્ડમાં ગૃપ 1 અને ગૃપ 2માં 12 ટીમોને વહોંચવામાં આવી હતી, આમાં ગૃપ 1માં કીવી ટીમ ટૉપ પર રહી હતી, ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ગૃપ 1માં ન્યૂઝીલેન્ડની ટીમ પાંચમાંથી 3 જીત અને 1 હાર સાથે સેમિ ફાઇનલમાં પહોંચી છે, આ ટીમને સુપર 12 રાઉન્ડમાં દમદાર પ્રદર્શન બતાવ્યુ છે, જોકે, એકમાત્ર હાર ઇંગ્લેન્ડ મળી છે. આ દમદાર પ્રદર્શનના આધારે કીવી ટીમ ગૃપ 1માં 7 પૉઇન્ટ સાથે ટૉપ પર રહી હતી અને સેમિ ફાઇનલમાં પહોંચી હતી. 


જ્યારે પાકિસ્તાનની વાત કરીએ તો, પાકિસ્તાનની ટીમને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ભાગ્યનો સાથ મળ્યો છે. પાકિસ્તાની ટીમ ગૃપ 2માં હતી, અને આ ગૃપમાં ભારતીય ટીમ ટૉપ પર રહી હતી, જોકે, નેધરલેન્ડ્સે ટૉપ 2 ટીમ સાઉથ આફ્રિકાને હાર આપતા પાકિસ્તાનનો સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખુલી ગયો હતો. પાકિસ્તાની ટીમનો સુપર 12માં સફર જોઇએ તો પાક ટીમે 5 મેચોમાંથી 3માં જીત મેળવી છે અને 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, જોકે, 6 પૉઇન્ટ સાથે ગૃપ 2માં નંબર 2 બનીને સેમિ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.


ટી20 વર્લ્ડકપ 2022માં ન્યૂઝીલેન્ડ ટીમની સફર -
પહેલી મેચ, ઓસ્ટ્રેલિયાને 89 રનથી હરાવ્યુ 
બીજી મેચ, અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રદ્દ થઇ
ત્રીજી મેચ, શ્રીલંકાને 65 રનથી માત આપી 
ચોથી મેચ, ઇંગ્લેન્ડ સામે 20 રનથી હાર મળી 
પાંચમી મેચ, આયરલેન્ડને 35 રનથી હરાવ્યુ 


ટી20 વર્લ્ડકપ 2022માં પાકિસ્તાની ટીમની સફર - 
પહેલી મેચ, ભારત સામે 4 વિકેટથી હાર મળી 
બીજી મેચ, ઝિમ્બાબ્વે સામે 1 રનથી ફરી હાર મળી
ત્રીજી મેચ, નેધરલેન્ડ્સને 6 વિકેટથી હરાવ્યુ
ચોથી મેચ, દક્ષિણ આફ્રિકાને DL નિયમથી 33 રનથી હરાવ્યુ
પાંચમી મેચ, બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યુ



T20 WC 2022: વરસાદ નહી બગાડી શકે સેમિફાઈનલ અને ફાઈનલ મેચનો રોમાંચ, ICCએ કરી આ ખાસ તૈયારી - 
ICC Special Arrangement for Rain in T20 WC 2022: ICC T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન, વરસાદને કારણે ઘણી મેચો રદ કરવામાં આવી હતી. આ કારણોસર ઘણી મેચોનું પરિણામ ડકવર્થ-લુઈસ નિયમથી અપાયું હતું. ટી20 વર્લ્ડ કપની સુપર-12 મેચ દરમિયાન વરસાદે ઘણી ટીમોને પરેશાન કરી હતી. વરસાદના કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ રદ્દ થઈ હતી, જેના કારણે આફ્રિકન ટીમને વર્લ્ડ કપમાંથી બહાર રહેવાની કિંમત ચૂકવવી પડી હતી.


હવે T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલનો જંગ શરૂ થવા જઇ રહ્યો છે. આવી સ્થિતિમાં ICCએ વરસાદની મુસીબતને પહોંચી વળવા માટે ખાસ તૈયારી કરી છે. ICCની આ ખાસ વ્યવસ્થાથી વરસાદના કારણે મેચ રદ નહીં થાય અને આખી મેચ રમાશે.


સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડેઃ -
T20 વર્લ્ડ કપ 2022ના નોકઆઉટ મુકાબલા સેમિફાઈનલ મેચોથી શરૂ થશે. આવી સ્થિતિમાં, આ મેચો દરમિયાન, ICC એ રિઝર્વ ડે રાખ્યો છે જેથી વરસાદને કારણે કોઈ સમસ્યા ન સર્જાય. જો મેચનું પરિણામ વરસાદને કારણે નિર્ધારિત સેમી-ફાઇનલ અને અંતિમ દિવસે બહાર ન આવી શકે, તો તે બીજા દિવસે પૂર્ણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો 9 નવેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ અને 10 નવેમ્બરે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે છે, તો આ મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર પૂર્ણ થઈ શકે છે.


ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં એડિલેડમાં હવામાન કેવું રહેશે ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 નવેમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની મેચ દરમિયાન એડિલેડ ઓવલમાં વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં ચાહકો માટે આ એક સારા સમાચાર છે. જોકે, મેચના દિવસે એડિલેડમાં વાદળછાયું વાતાવરણ રહેશે.


તમને જણાવી દઈએ કે, આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-12 ગ્રુપ બીમાં મેચ રમાઈ હતી. આ મેચમાં વરસાદ શરુ થયો હતો, જેના કારણે મેચની ઓવર ઘટાડીને 14 ઓવરની કરવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાઈ હતી. જે પછી ચાહકો એ વાતને લઈને ખૂબ ચિંતિત હતા કે શું સેમી ફાઈનલ દરમિયાન પણ વરસાદ મેચની મજા બગાડી દેશે. પરંતુ હવે હવામાન વિભાગે ચાહકોને ખુશખબર આપતા કહ્યું છે કે મેચમાં વરસાદની કોઈ આગાહી નથી.