ODI World Cup :  આ વખતનો વન ડેનો વર્લ્ડકપ ભારતમાં યોજાવવાનો છે. પરંતુ આ મેગા ટૂર્નામેન્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડકપ મેચ રમવા માટે ભારત નહીં આવે. ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશમાં 2023 વર્લ્ડકપની મેચ રમી શકે છે.



ESPNcricinfoના એક અહેવાલ અનુસાર, ભારત ટૂર્નામેન્ટનું યજમાન છે. પરંતુ બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોને ધ્યાનમાં રાખીને ICC સ્તરે તેની ચર્ચા કરવામાં આવી છે. જેમાં હાઇબ્રિડ એશિયા કપ મોડલને ઉકેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. જાહેર છે કે, પાકિસ્તાન એશિયાકપની યજમાની કરી રહ્યું છે પરંતુ ભારત તેની મેચ તટસ્થ સ્થળે રમશે. આ સ્થિતિમાં હવે પાકિસ્તાને પણ ભારત પર વળતો પ્રહાર કર્યો છે.

PCBના પૂર્વ CEOનું મોટું નિવેદન

BCCI અને PCB વચ્ચે ચાલી રહેલી તકરારમાં હવે નવો વળાંક આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુંસાર PCBના ભૂતપૂર્વ CEO અને ICC માટે ક્રિકેટના જનરલ મેનેજર વસીમ ખાને દાવો કર્યો છે કે, પાકિસ્તાનની ટીમ હવે ICC વર્લ્ડકપ 2023માં ભારતમાં નહીં પણ તટસ્થ સ્થળ (સંભવતઃ બાંગ્લાદેશ)માં રમવાનું પસંદ કરશે. ખાનનું નિવેદન એશિયા કપ 2023ની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળ પર રમવા માટે ભારત સંમત થયા બાદ આવ્યું છે.

ખાને કહ્યું છે કે, મને ખબર નથી કે તે અહીં બીજા દેશમાં થશે કે નહીં પરંતુ તટસ્થ સ્થળની શક્યતા વધુ છે. મને નથી લાગતું કે, પાકિસ્તાન તેમની મેચ ભારતમાં રમશે. મને લાગે છે કે, તેમની મેચો પણ ભારતના એશિયા કપની મેચોની માફક તટસ્થ સ્થળે રમાશે.

જાહેર છે કે, આ ટકરાવ એવા સમયે શરૂ થયો છે જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમ એશિયા કપમાં રમવા માટે પાકિસ્તાન નહીં જાય. હવે પીસીબીએ વળતો જવાબ આપતા દાવો કર્યો છે કે, પાકિસ્તાન પણ ઓક્ટોબર -નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડકપનો બહિષ્કાર કરશે.

પાકિસ્તાનને મળી છે યજમાની

એશિયા કપ આ વર્ષે પાકિસ્તાનમાં યોજાય તેવી શક્યતા છે, પરંતુ ભારતીય ટીમ તેની તમામ મેચ તટસ્થ સ્થળે રમશે. આ મુદ્દે ટૂંકા મડાગાંઠ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ બાબતે ઝડપથી કામ કરી રહ્યા છે.  સુત્રોના જણાવ્યા અનુસાર, સામે આવી રહેલા અહેવાલો અનુસાર બંને ટીમો એકબીજા સામે તટસ્થ સ્થળે રમી શકે છે. ભારતીય ટીમ પોતાની મેચ ઈંગ્લેન્ડ, યુએઈ, ઓમાન, શ્રીલંકા અથવા ઓમાનમાં રમી શકે છે.

ટીમ ઈન્ડિયા પણ પાકિસ્તાન નહીં જાય

અગાઉ, કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ, એવા અહેવાલ હતા કે, થોડા દિવસો પહેલા બંને દેશોના બોર્ડના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક બેઠક થઈ હતી અને તે ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં કરવા માટે સંમત થઈ છે. તેવી જ રીતે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભારત તેની મેચ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. ભારત તેની મેચ ઓમાન, UAE, ઓમાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં રમી શકે છે. જો કે આ અંગેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.