નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ ક્રિકેટ બાદ સાઉથ આફ્રિકાના ક્રિકેટમાં નસ્લવાદનો વિવાદ પેદા થયો છે. સાઉથ આફ્રિકાની ક્રિકેટનો હિસ્સો રહેલા બ્લેક ખેલાડીઓ દ્ધારા લગાવવામાં આવેલા આરોપો બાદ થયેલી તપાસ અને સુનાવણીમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ સાથે વંશીય ભેદભાવના દોષિત ઠેરવાયા છે. સામાજિક ન્યાય અને રાષ્ટ્ર નિર્માણ આયોગની આ સુનાવણીમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાના વર્તમાન ડિરેક્ટર અને ટીમના સૌથી સફળ બેટ્સમેન ગ્રેમ સ્મિથને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે ટીમના વર્તમાન મુખ્ય કોચ માર્ક બાઉચર અને પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન એબીડિવિલિયર્સને અશ્વેત ખેલાડીઓ વિરુદ્ધ પૂર્વગ્રહયુક્ત વર્તન માટે દોષિત ઠેરવામાં આવ્યા છે.


SJN આયોગના સુનાવણી રિપોર્ટને બુધવારે 15 ડિસેમ્બરના રોજ જાહેર કર્યો હતો. જેને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આયોગના પ્રમુખ ડુમિસા એન એ 235 પેજના અંતિમ રિપોર્ટમાં CSA વહીવટીતંત્ર, સ્મિથ, બાઉચર અને એબીડીવિલિયર્સને ખેલાડીઓ વિરુદ્ધ નસ્લના આધાર પર ભેદભાર કરવાના દોષિત  બતાવ્યા છે. ભારત સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝ અગાઉ આ રિપોર્ટ જાહેર થતા હોબાળો મચી ગયો છે.


પૂર્વ સ્પિનર પોલ એડમ્સે કહ્યું કે સાઉથ આફ્રિકાની ટીમમાં રહેતા માર્ક બાઉચર સહિત અન્ય સાથી ખેલાડીઓ દ્ધારા નસ્લના આધાર પર ખરાબ નામ આપ્યા હતા. બાઉચરે પણ સુનાવણી દરમિયાન માન્યું કે તે એ ખેલાડીઓમાંનો એક હતો જેણે રંગના આધાર પર એડમ્સ માટે આ પ્રકારનું નામ આપ્યું હતું. બાઉચરે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી.


ડી વિલિયર્સે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે ટ્વિટ કરી આ અંગે ખુલાસો કર્યો હતો. ડિવિલિયર્સે જણાવ્યું હતું કે, હું CSAના ક્રિકેટમાં સમાન અધિકાર અને સમાન તકોને સુનિશ્ચિત કરવાના લક્ષ્યનું સમર્થન કરું છું.મારી કારકિર્દીમાં મેં ક્યારેય જાતિવાદને સમર્થન નથી આપ્યું.


 


Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....


એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર


Karnataka MLA Shocking Statement: “જબ રેપ હોના હી હૈ તો લેટો ઓર મજે લો” કોંગ્રેસના MLA રમેશકુમારે Assemblyમાં આપ્યું શરમજનક નિવેદન, સાંભળો શું કહ્યું