નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં ભૂકંપની વચ્ચે હવે પાકિસ્તાની ક્રિકેટરો મજા લઇ રહ્યાં છે. આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયામાં કેપ્ટનશીપને લઇને ઉઠેલા વિવાદ બાદ ગાંગુલી અને વિરાટ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. હવે આ મામલે પાકિસ્તાની ક્રિકેટરો કુદી પડ્યા છે. બીસીસીઆઇની કાર્યશૈલી પર નિશાન તાકતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સલમાન બટ્ટે સવાલો ઉઠાવ્યા છે.
વિરાટ-ગાંગુલી વિવાદમાં પાકિસ્તાની ઓપનર સલમાન બટ્ટે વણમાગી સલાહ આપી છે. તેને કહ્યું સૌરવ ગાંગુલીએ સામે આવવું જોઈએ અને આખા વિવાદ પર જવાબ આપવો જોઈએ, કારણ કે જે આરોપ વિરાટ કોહલીએ લગાવ્યો છે તે ગંભીર છે. આ વાત સલમાન બટ્ટે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહી હતી. બટ્ટે કહ્યું- ગાંગુલી અને વિરાટના બન્ને નિવેદન એકબીજાથી અલગ અલગ કેમ છે, આના પર ખુલાસો થવો જોઇએ. આ રીતે એક સફળ ખેલાડી પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવી યોગ્ય વાત નથી. રોહિત શર્મા એક સફળ કેપ્ટન છે પરંતુ વિરાટ કોહલી પાસેથી આમ અચાનક કેપ્ટનશીપ ખેંચી લેવી તે બરાબર નથી. તેને કહ્યું સૌરવ ગાંગુલીએ સામે આવવું જોઈએ અને આખા વિવાદ પર જવાબ આપવો જોઈએ
આ પણ વાંચો-
આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ
2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર
રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી
Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....