IND vs SL Test: ભારતે 238 રનથી શ્રીલંકાને હરાવ્યું, જાણો કોણે કેટલી વિકેટ ઝડપી
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પીન્ક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે શ્રીલંકાએ 28 રન કર્યા હતા અને શ્રીલંકન ટીમની 1 વિકેટ પડી હતી.
ભારતીય બોલરે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શ્રીલંકાને ઓલ આઉટ કર્યુ હતું જેમાં અશ્વિને 4 વિકેટ, બુમરાહે 3 વિકેટ, અક્ષર પટેલે 2 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.
ભારતે શ્રીલંકાની તમામ વિકેટ ખેરવીને 238 રનથી બીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે.
શ્રીલંકાની ટીમના કેપ્ટન દીમુથ કરુનારત્ને પોતાની સદી પૂર્ણ કરીને 107 રન બનાવી આઉટ થયો છે. બુમરાહે કરુનારત્ને બોલ્ડ કર્યો હતો. હાલ શ્રીલંકાનો સ્કોર 208 રન પર 9 વિકેટ છે. શ્રીલંકાને જીત માટે 239 રનની જરુર છે.
શ્રીલંકાની ટીમના કેપ્ટન દીમુથ કરુનારત્ને પોતાની સદી પૂર્ણ કરી લીધી છે. કરુનારત્ને 166 બોલમાં 103 રન કર્યા છે. હાલ શ્રીલંકાનો સ્કોર 196 રન પર 6 વિકેટ છે. શ્રીલંકાને જીત માટે 251 રનની જરુર છે.
શ્રીલંકાની પાંચમી વિકેટ પડી. અક્ષર પટેલે નિરોશાનને આઉટ કર્યો છે. જોકે શ્રીલંકન ટીમના કેપ્ટન દીમુથ કરુનારત્ને હાલ બાજી સંભાળી છે. કરુનારત્ને 74 રન પર હાલ ક્રીઝ પર છે. હાલ શ્રીલંકાનો સ્કોર 164 રન થયા છે. શ્રીલંકાને જીતવા માટે 283 રનની જરુર છે.
શ્રીલંકાની ચોથી વિકેટ પણ પડી ગઈ છે. ધનંજય ડિ સીલ્વા 4 રન બનાવીને અશ્વીનના બોલ પર કેચ આઉટ થયો હતો. હાલ શ્રીલંકાનો સ્કોર 31 ઓવરે 117 રન પર 4 વિકેટ છે. હવે શ્રીલંકાને જીત માટે 330 રનની જરુર છે.
રવિન્દ્ર જાડેજાએ શ્રલંકાના બેટ્સમેન એંગ્લો મેથ્યુસને બોલ્ડ કર્યો હતો. મેથ્યુસ ફક્ત 1 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાનો સ્કોર 102 રન પર 3 વિકેટ
હાલ શ્રીલંકાનો સ્કોર 2 વિકેટ 98 રન છે. અશ્વિન અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી છે. હાલ શ્રીલંકાને જીત માટે 349 રનની જરુર છે.
બ્રેકગ્રાઉન્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પીન્ક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે શ્રીલંકાએ 28 રન કર્યા હતા અને શ્રીલંકન ટીમની 1 વિકેટ પડી હતી. હાલ શ્રીલંકાને જીતવા માટે 357 રનની જરુર છે. ગઈકાલે દિવસ પુર થયો ત્યારે જસપ્રીત બુમરાહે શ્રીલંકાની એક વિકેટ ખેરવી હતી. આ પહેલાં ભારતીય ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં શ્રેયસ ઐયરે 67 રન, અશ્વિને 13 રન, અક્ષર પટેલે 9 રન બનાવ્યા હતા જ્યારે શમી 16 રન પર નોટ આઉટ રહ્યો હતો. હવે શ્રીલંકાને જીત માટે 357 રનની જરુર છે.
ગઈકાલે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઈતિહાસ રચ્યો હતો. તેણે બેંગ્લોરમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ ફિફ્ટી (28 બોલમાં 50 રન) ફટકારી હતા. પંતે આ રેકોર્ડની સાથે ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવને પાછળ છોડી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -