ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા રવિવારૈ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુનામેન્ટનું ટાઇટલ જીત્યું છે. ઓલિમ્પિક મેડાલિસ્ટ સિંધુએ ફાઇનલ મેચમાં માલવિકા હરાવી ટાઇટલ જીત્યું હતું. સિંધુએ પોતાના કરિયરમાં બીજી વખત આ ટુનામેન્ટ જીતી છે. ફાઇનલમાં માલવિકાને 21-13, 21-16થી હાર આપી છે.
લખનઉમાં રમાયેલી આ ફાઇનલમાં પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ 35 મિનિટમાં જીત હાંસલ કરી છે. કોરોનાના અનેક ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં રમાયેલી આ ટુનામેન્ટમાં સિંધુએ સરળ જીત મેળવી છે. ઇશાન ભટનાગર અને તનીષા ક્રાસ્ટોની ભારતીય જોડીએ દેશની જ જોડી હેમા નાગેન્દ્ર બાબૂ અને શ્રીવેધા ગુરાજાદાને હરાવી મિક્સ્ડ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. ઇશાન અને તનીષાએએ 21-16,21-12થી જીત હાંસલ કરી હતી.
સિંધુ અને માલવિકા વચ્ચેની મેચમાં અગાઉથી આશા હતી એવું જ થયું. સિંધુએ પોતાના અનુભવ અને કૌશલ્યનો ઉપયોગ કરીને માલવિકાને સરળતાથી હાર આપી હતી. માલવિકાએ પોતાનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સિંધુને પડકારવામાં નિષ્ફળ રહી હતી.
આ પણ વાંચોઃ
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ