India vs Pakistan Super 4, Asia Cup 2022: દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્ય મેળવી લીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝે મેચ ચેન્જિંગ ઇનિંગ્સ રમી હતી. નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાં છ ચોગ્ગા અને બે છગ્ગા લાગ્યા હતા.
8 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું
ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં 8 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આ પહેલા 2014માં એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. સતત પાંચ હાર બાદ હવે પાકિસ્તાનની જીત નક્કી થઈ ગઈ છે.
પાકિસ્તાનની આ યાદગાર જીતનો હીરો મોહમ્મદ નવાઝ હતો. ભારત તરફથી મળેલા 182 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. એક સમયે પાકિસ્તાને 8.4 ઓવરમાં 63 રનમાં 2 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નવાઝે માત્ર 20 બોલમાં 42 રન બનાવીને મેચને પોતાની ટીમ તરફ વાળ્યો હતો. તેણે છ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.
ભારતે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતોઃ
ભારતે પહેલાં બેટિંગ કરતાં શાનદાર ઓપનિંગ કરી હતી. રોહિત શર્મા અને કે.એલ રાહુલની જોડીએ ભારતનો સ્કોર 50 રનને પાર પહોંચાડ્યો હતો. રોહિત અને કેએલ રાહુલ 28 - 28 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલીએ જવાબદારી પુર્વક 60 રનની ઈનિંગ રમી હતી અને શાનદાર અર્ધશતક ફટકાર્યું હતું. દીપક હુડ્ડાએ 16 રન બનાવ્યા હતા. બીજી તરફ સુર્યકુમાર યાદવ (13 રન), હાર્દિક પંડ્યા (0 રન), ઋષભ પંત જેવા (14 રન) બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહોતા.
આ પણ વાંચોઃ