લંડનઃ ઈંગ્લેન્ડની મર્યાદીત ઓવરની ટીમને આઇસોલેશનમાં જવું પડ્યું છે. ટીમના ત્રણ ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેની સાથે ચાર સ્ટાફ મેમ્બર પણ કોવિડ-19 સંક્રમિત મળી આવ્યા છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આની પુષ્ટિ કરી છે.
ઈસીબીએ એક નિવેદનમાં જણાવ્યું, બ્રિસ્ટલમાં સોમવારે કરવામાં આવેલા પીસીઆર ટેસ્ટમાં પુરુષ ટીમના ત્રણ ખેલી અને મેનેજમેન્ટ ટીમના ચાર મળી કુલ સાત સભ્યોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિતોના સંપર્કમાં આવનારા લોકોને યૂકે સરકારના કોવિડ પ્રોટોકોલ હેઠળ સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે.
ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે છે મેચની મર્યાદીત ઓવરની સીરિઝ રમવાની છે. જેમાં ત્રણ વન ડે અને ત્રણ ટી-20 સામેલ છે. સીરિઝની પ્રથમ મેચ 8 જુલાઈએ રમાશે.
ઈંગ્લેન્ડની ટીમ હવે નવી ટીમની જાહેરાત કરશે. આ ટીમની કેપ્ટનશિપ બેન સ્ટોક્સ કરશે. તે આ સીરિઝથી ફરી મેદાન પર વાપસી કરી રહ્યો છે. ઈસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસને કહ્યું, અમને આ વાતનો અંદાજ હતો કે ડેલ્ટા વેરિંયટની સાથે મજબૂત બાયો સિક્યોર બબલથી હટવાના કારણે સંક્રમણના મામલા વધી શકે છે.
થોડા મહિના પહેલા આઈપીએલ દરમિયાન કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતાં ટુર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી હતી.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.