નવી દિલ્લીઃ ભારતનો વિરાટ કોહલી (Virat Kohli) વિશ્વમાં વન-ડે ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાં એક મનાય છે ત્યારે પાકિસ્તાનનો બાબર આઝમ (Babar Azam) કોહલીને પણ ટપી ગયો છે. બાબર આઝમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં સદી ફટકારી હતી. આ સાથે જ બાબર આઝમે કારકિર્દીની ફક્ત 76મી ઇનિંગ્સમાં જ 13મી સદી ફટકારી હતી અને વિરાટ કોહલીને ટપી ગયો હતો.
મજાની વાત એ છે કે, ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિંગે (Meg Lanning)વિરાટ કોહલી કરતાં આગળ છે. મેગ લેનિંગે પણ 76 ઇનિંગ્સમાં 13 અડધી સદી ફટકારી હતી અને વાસ્તવમાં અત્યાર સુધી સૌથી ઓછી ઈનિંગ્સમાં સદ ફટકારવાનો રેકોર્ડ મેગ લેનિંગના નામે જ હતો.
બાબર આઝમે તેની સદી સાથે 86 ઇનિંગ્સમાં 13 સદી ફટકારવાના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડને તોડયો હતો. બાબર આઝમે આ ઉપરાંત સૌથી ઓછી ઇનિંગ્સમાં સદી ફટકારવાના સાઉથ આફ્રિકાના ખેલાડી હાશિમ અમ્લાના રેકોર્ડને પણ તોડયો હતો. હાશિમ અમલાએ ફક્ત 83 ઇનિંગ્સમાં ૧૩ સદી ફટકારી હતી. આમ વન ડે મેચોમાં અમલા 13 સદી ફટકારવામાં સૌથી ફાસ્ટેસ્ટ હતો.
વિરાટ કોહલી 2019 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) એકેય ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. આમ છતાં પણ કોહલી 857 પોઇન્ટ સાથે વન-ડે રેન્કિંગમાં ટોચ પર છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના 837 પોઇન્ટ છે અને તે બીજા ક્રમે છે.
Lockdown Updates: કોરોના બેકાબૂ, અનેક શહેરોમાં લોકડાઉન; શું દેશભરમાં ફરી લાદવામાં આવશે લોકડાઉન ?