PBKS vs LSG, IPL 2023: લખનૌએ પંજાબને 56 રનથી હરાવ્યું, યશ ઠાકુરની 4 વિકેટ
PBKS vs LSG Score Update: IPL 2023ની 38મી મેચ પંજાબ અને લખનૌ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.
લખનૌ સુપર જાયન્ટ્સે મોહાલીમાં પંજાબ કિંગ્સને 56 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 257 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબના ખેલાડીઓ 201 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા. લખનૌ તરફથી માર્કસ સ્ટોઇનિસે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે યશ ઠાકુરે 4 વિકેટ લીધી હતી. પંજાબ તરફથી યશ તાયડેએ 66 રનનું યોગદાન આપ્યું હતું.
પંજાબ કિંગ્સની 7મી વિકેટ પડી. જીતેશ શર્મા 10 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 સિક્સર ફટકારી હતી. પંજાબને જીતવા માટે 13 બોલમાં 66 રનની જરૂર છે. તે તેના માટે ખૂબ જ મુશ્કેલ લક્ષ્ય છે. શાહરૂખ ખાન 1 રન બનાવીને રમી રહ્યો છે.
પંજાબ કિંગ્સની છઠ્ઠી વિકેટ પડી. સેમ કરન 11 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. નવીન-ઉલ-હકે તેને શિકાર બનાવ્યો. ટીમે 17 ઓવરમાં 178 રન બનાવ્યા છે.
પંજાબ કિંગ્સની ચોથી વિકેટ પડી. અથર્વ 36 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈએ તેને શિકાર બનાવ્યો હતો. પંજાબે 13 ઓવર બાદ 127 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 42 બોલમાં 131 રનની જરૂર છે.
અથર્વ તાયડે અને સિકંદર રઝા વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. આ બંનેએ 32 બોલમાં 53 રન બનાવ્યા છે. તાયડે 25 બોલમાં 49 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. સિકંદરે 14 બોલમાં 20 રન બનાવ્યા છે. લખનૌ તરફથી બોલિંગ કરતી વખતે અમિત મિશ્રાએ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 1 ઓવરમાં 6 રન આપ્યા છે. પંજાબે 9 ઓવરમાં 84 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. અથર્વ 14 બોલમાં 32 રન બનાવીને રમી રહ્યો છે. સિકંદર રઝા 7 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 24 રનની ભાગીદારી છે. ટીમને જીતવા માટે 84 બોલમાં 203 રનની જરૂર છે.
પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી. પ્રભસિમરન સિંહ 13 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો.
પંજાબ કિંગ્સે 3 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા. અથર્વ તાયડે 6 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી છે. પ્રભસિમરન સિંહ 5 રન બનાવીને રમી રહ્યો છે.
258 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ ટીમને 3 રનના સ્કોર પર પહેલો ફટકો કેપ્ટન શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 1 રન બનાવીને માર્કસના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો.
લખનૌએ પંજાબને આપ્યો 258 રનનો ટાર્ગેટ આપ્યો છે. સ્ટોઈનિસે 72, પૂરને 45 અને માયર્સે 54 રનનું યોગદાન આપ્યું હતું.
પંજાબ કિંગ્સને મોટી સફળતા મળી. સેમ કરને માર્કસ સ્ટોઈનિસને આઉટ કર્યો. સ્ટોઇનિસે 40 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 સિક્સ અને 6 ફોરનો સમાવેશ થાય છે.
લખનૌ સુપર જાયન્ટ્સે 17 ઓવરમાં 216 રન બનાવ્યા હતા. સ્ટોઈનિસ અને પૂરન વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂરી થઈ હતી. આ બંનેએ 22 બોલમાં 53 રન બનાવ્યા છે. પુરણ 13 બોલમાં 32 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટોઇનિસે 36 બોલમાં 62 રન બનાવ્યા છે.
આયુષ બદોની 24 બોલમાં 43 રન કરી આઉટ થયો છે. 13.3 ઓવરમાં લખનૌએ 163 રન બનાવ્યા છે.
લખનૌએ 12 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. આયુષ બદોની 20 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી છે. સ્ટોઇનિસ 22 બોલમાં 39 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 73 રનની ભાગીદારી થઈ છે.
લખનૌ સુપર જાયન્ટ્સે 7 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા હતા. આયુષ બદોની 7 બોલમાં 10 રન બનાવી રહ્યો છે. માર્કસ સ્ટોઇનિસ 3 રન બનાવીને ક્રિઝ પર ઊભો છે. પંજાબ માટે રબાડાએ 2 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી છે.
ઓપનર માયર્સ 24 બોલમાં 54 રન બનાવી આઉટ થયો છે. 5.5 ઓવરમાં લખનૌએ બે વિકેટે 74 રન બનાવ્યા છે.
લખનૌએ 4 ઓવર પછી 1 વિકેટના નુકસાન સાથે 45 રન બનાવ્યા હતા. મેયર્સ 12 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી છે. આયુષ 4 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબ માટે રબાડાએ 1 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી છે. ગુરનૂરે 2 ઓવરમાં 18 રન આપ્યા છે.
કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન અને નવીન ઉલ હક.
શિખર ધવન (કેપ્ટન), અથર્વ તાયડે, સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટન, સેમ કરન, જીતેશ શર્મા(વિકેટકીપર), શાહરૂખ ખાન, કાગીસો રબાડા, રાહુલ ચહર, ગુરનૂર બ્રાર અને અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. શિખર ધવન પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે. તે પંજાબની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023, Match 38, PBKS vs LSG: IPL 2023ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી શકે છે. પંજાબ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. મોહાલીમાં રમાનારી આ મેચ લખનૌ માટે પડકારરૂપ બની શકે છે. લખનૌને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબે અગાઉની મેચ જીતી હતી. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -