પીએમ મોદીએ રૈનાની પ્રસંશા કરતા તેને શાનદાર ક્રિકેટર ગણાવ્યો હતો. મોદીએ રૈનાની ફિલ્ડિંગની ખુબ પ્રસંશા કરી, અને કહ્યું કે, બૉલ સાથે રૈનાએ હંમેશા કેપ્ટનનો ભરોસો જાળવી રાખ્યો હતો. આ માટે પીએમ એક પત્ર લખ્યો છે. મોદીએ લખ્યું તેમને 15 ઓગસ્ટે તમારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લીધો. હું રિટાયમેન્ટ શબ્દનો ઉપયોગ નથી કરવા માંગતો કેમકે તમે રિટાયર થયા બાદ પણ ખુબ નાના અને ઉર્જાવાન છો. તમે ક્રિકેટના મેદાન પર માત્ર એક યાદગાર સફર પુરો કર્યો અને હવે બીજી ઇનિંગ માટે તૈયાર રહો. મોદીએ લેટરમાં લખ્યું- પેઢીઓ માત્ર તમને એક સારા બેટ્સમેન માટે જ નહીં યાદ કરે, પરંતુ એક ઉપયોગ બૉલર તરીકેની ભૂમિકાને ભૂલાવી નહીં શકાય. એક એવો બૉલર જ્યારે કેપ્ટનને જરૂર પડે ત્યારે કામ આવે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મહેન્દ્ર સિંહ ધોનીને સન્યાસ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. ધોનીને પણ એક લેટર લખીને ભવિષ્ય માટે શુભકામના આપી હતી.
રૈનાની ક્રિકેટ કેરિયર....
33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.
રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.