વેસ્ટ ઇન્ડિઝના સુપરસ્ટાર કેરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. 20 એપ્રિલના રોજ પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ શેર કરી નિવૃતિની જાહેરાત કરી હતી. 






વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતા 24 વર્ષીય કેરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ તરફથી 123 વન-ડે મેચ રમી છે જ્યારે 101 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. પોલાર્ડના નામે વન-ડે ક્રિકેટમાં 2706 રન, 55 વિકેટ છે. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલ પોલાર્ડના નામે 1569 રન અને 42 વિકેટ છે.


પોલાર્ડે પોતાના રિટાયરમેન્ટ મેસેજમાં લખ્યું કે એક લાંબા વિચારવિમર્શ બાદ મે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. અનેક યુવાઓની જેમ મારુ સ્વપ્ન પણ વેસ્ટ ઇન્ડિઝ ટીમ તરફથી રમવાનું હતું. હું ગર્વથી કહું છું કે મે 15 વર્ષ સુધી વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટી-20 અને વન-ડે ક્રિકેટ રમી છે.


ભારત વિરુદ્ધ રમી હતી અંતિમ ઇન્ટરનેશનલ મેચ


કેરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ તરફથી વર્ષ 2007માં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વર્ષ 2022 ફેબ્રુઆરીમાં ભારત વિરુદ્ધ પોતાની અંતિમ વન-ડે મેચ રમી હતી. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલની વાત કરીએ તો પોલાર્ડે વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને કોલકત્તામાં  2022માં ભારત વિરુદ્ધ અંતિમ ટી-20 મેચ રમી હતી.


IPL 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ


જિઓ-એરટેલ-વીઆઇને ટક્કર આપી રહ્યો છે BSNL એકદમ સસ્તો પ્લાન, એકવારના રિચાર્જમાં મળે છે બેગણો ડેટા


Crime News: આંધપ્રદેશમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં 80 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો


CBSE Term 2 Exam 2022: શું નવા શૈક્ષણિક વર્ષમાં નહી લેવાય Term 1 - 2ની પરીક્ષા, જાણો સમગ્ર માહિતી