India vs zimbabwe Sanju Samson 2nd ODI: ભારતે ઝિમ્બાબ્વેને વનડે સીરીઝની બીજી વનડેમાં હાર આપીને સીરીઝ પર 2-0થી લીડ બનાવીને સીરીઝ સીલ કરી દીધી છે. ત્રણ મેચોની સીરીઝમાં ભારતે જીત હાંસલ કરી લીધી છે. હવે ત્રીજી અને અંતિમ વનડે મેચ આગામી આવતીકાલે 22 ઓગસ્ટે રમાશે. પરંતુ બીજી વનડેમાં ભારત માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસને આ મેચમાં સારુ પ્રદર્શન કર્યુ છે, આ માટે તેને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો, સેમસને આ મેચમાં એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 


સંજૂ ઝિમ્બાબ્વેમાં મેન ઓફ ધ મેચ જીતનારો પહેલો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા કોઇપણ ભારતીય વિકેટકીપર આવુ નથી કરી શક્યો. સંજૂએ બીજી વનડેમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 39 બૉલમાં અણનમ 43 રન ફટકાર્યા અને મેચ જીતાડી હતી. આ ઇનિંગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ મેચમાં તેને 110.26 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. 


ઝિમ્બાબ્વેની ટીમ પહેલા બેટિંગ કરતાં 38.1 ઓવરમાં 161 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, પછી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 25.4 ઓવર રમીને 5 વિકેટના નુકસાને લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. આ દરમિયાન ભારત તરફથી સૌથી વધુ રન સંજૂ સેમસને 39, તેમજ શિખર ધવને અને શુભમન ગીલે 33-33 રન બનાવ્યા હતા. ભારતે સીરીઝ પર 2-0થી કબજો જમાવી લીધો છે.


આ પણ વાંચો.......... 


જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો


India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર


CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...


Russia: પુતિનના જમણા હાથ એલેકઝાન્ડરની પુત્રીની હત્યા મામલે સામે આવ્યું યુક્રેનનું નામ, જાણો શું છે કનેકશન


Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક