Punjab Kings & Sunrisers Hyderabad: પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. પંજાબ કિંગ્સે ભાનુકા રાજપક્ષે અને શાહરૂખ ખાન જેવા ખેલાડીઓને બહાર કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રુકને  રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.


પંજાબ કિંગ્સે આ ખેલાડીઓને રિલીઝ કર્યા-


ભાનુકા રાજપક્ષે
મોહિત રાઠી
બલતેજ ઢાંડા
રાજ બાવા
શાહરૂખ ખાન


સનરાઇઝર્સ હૈદરાબાદે આ ખેલાડીઓને રિલીઝ કર્યા-



હેરી બ્રુક
સમર્થ વ્યાસ
કાર્તિક ત્યાગી
વિવરંત શર્મા
આદિલ રશીદ
ઔકીલ હૌસેન






આ ખેલાડીઓને સનરાઇઝર્સ હૈદરાબાદે જાળવી રાખ્યા હતા-


વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, સનવીર સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, અબ્દુલ સમદ, અનમોલપ્રીત સિંહ, એડન માર્કરામ, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી, ટી નટરાજન , હેનરીક ક્લાસેન અને ઉપેન્દ્ર સિંહ યાદવ. 


હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સમાં જ રહેશે


IPL 2024 માટે તમામ ટીમોના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. તેમની વચ્ચે આઠ વિદેશી ખેલાડીઓ હોવા પણ જરૂરી છે. જોકે, પ્લેઇંગ-11માં માત્ર ચાર ખેલાડીઓને જ તક આપી શકાય છે. બધાની નજર હાર્દિક પંડ્યા પર હતી, પરંતુ હાલ તે ગુજરાત સાથે જ રહેશે.


ધોની IPL 2024માં રમશે કે નહીં?
ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024 માટે એમએસ ધોનીને જાળવી રાખ્યો છે. મતલબ કે તે ફરી એકવાર IPLમાં રમતો જોવા મળશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે 2023 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આઈપીએલ 2023માં માહી જ્યાં પણ મેચ રમવા ગયો ત્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા. પરંતુ તે ફરી એકવાર પોતાની રમતથી ફેન્સનું મનોરંજન કરવા માટે તૈયાર છે.


IPL 2024 સીઝનની હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે રિટેન-રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે અને આગામી સિઝન માટે 18 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ લિસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, એમએસ ધોની IPL 2024માં રમશે કે નહીં.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial