કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી આ મેચમાં બિગ બૉસ ક્રિસ ગેલનુ રમવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. ક્રિસ ગેલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, અને શારજહાંના નાના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારતો દેખાશે. શારજહાંના મેદાનમાં આ વખત અહીં કુલ છ મેચ રમાઇ છે, અને તેમાં 138 છગ્ગા લાગી ચૂક્યા છે.
બિગ બૉસ ગેલ પેટના દુઃખાવાથી રાહત મેળવી ચૂક્યો છે, અને બેંગ્લૉર સામે પોતાની પહેલી મેચ રમી શકે છે. ગેલની વાપસથી પંજાબની ટીમ ખુબ સંતુલિત થશે. ખાસ વાત છે કે પંજાબની ટીમ આ સિઝનમાં એકદમ ખરાબ રીતે રમી રહી છે. કેપ્ટન કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પુરન સહિતના સ્ટાર્સ ખુબ મહેનત કરી રહ્યાં છતાં ટીમે આ સિઝનમાં 7 મેચોમાંથી 6 મેચો ગુમાવી દીધી છે. પૉઇન્ટ ટેબલમાં ટીમ સૌથી નીચે તળીયે છે.
આ પહેલા ખુદ ગેલે સોશ્યલ મીડિયા પર હૉસ્પીટલમાથી એક તસવીર શેર કરી હતી, જ્યારે કિંગ્સ ઇલેવને સોમવારે જ ગેલને પ્રેક્ટિસ પર પરત ફરવાની તસવીર શેર કરી હતી. ટીમ સુત્રોએ કહ્યું કે, તે હવે સંપૂર્ણ ફીટ છે અને આશા છે કે આરસીબી વિરુદ્ધની મચેમાં ગેલ રમશે. આ મેચ શારજહાંમાં રમાશે, અહીંનુ મેદાન આઇપીએલના ત્રણ સ્થળોમાંથી સૌથી નાનુ છે.
પંજાબ માટે પ્લેઓફની રાહ મુશ્કેલ
મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબને સારી શરૂઆત અપાવી છે, આવામાં ગેલને રમવાનો મોકો નથી મળ્યો. કિંગ્સ ઇલેવનને સાતમાંથી છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને પ્લેઓફમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આઇપીએલનો અડધો સફર પુરો થઇ ચૂક્યો છે. આવામાં પંજાબ માટે મુશ્કેલી મોટી છે.