Ind Vs Zim: ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસ શરૂ થવામાં એક સપ્તાહ બાકી છે અને તેમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. 18 ઓગસ્ટથી શરૂ થનારી વન-ડે સિરીઝ માટે પહેલા ટીમના કેપ્ટનને બદલવામાં આવ્યો હતો અને હવે કોચને પણ બદલી નાખવામાં આવ્યા છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના નિયમિત કોચ રાહુલ દ્રવિડ ટીમ સાથે નહી જાય પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ ટીમની સાથે રહેશે.
બીસીસીઆઈના સચિવ જય શાહે સમાચાર એજન્સી પીટીઆઈને માહિતી આપી હતી કે વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના કોચ હશે. કારણ કે સિનિયર ટીમ ઈન્ડિયાને એશિયા કપ માટે UAE જવાનું છે, તેથી નિયમિત કોચ રાહુલ દ્રવિડ તે ટીમ સાથે પ્રવાસ કરશે.
આ પ્રથમવાર નથી જ્યારે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયા સાથે આ રીતે કોચની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ જ્યારે ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આયરલેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે વીવીએસ લક્ષ્મણ પણ ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે સામે 18, 20 અને 22 ઓગસ્ટે વનડે મેચ રમવાની છે. જ્યારે એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાએ 23 ઓગસ્ટ સુધીમાં UAE પહોંચવાનું છે. એટલે કે એશિયા કપની ટીમમાં સામેલ કેએલ રાહુલ, દીપક હુડા પણ ઝિમ્બાબ્વેથી યુએઈ પહોંચશે.
શિખર ધવનને સૌથી પહેલા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ KL રાહુલને ફિટ જાહેર થઇને ટીમમાં પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં હવે તેને કેપ્ટન અને શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.