MI Emirates: MI અમીરાતે UAEમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય લીગ T20ની પ્રથમ સિઝન માટે તેની ટીમની જાહેરાત કરી છે. UAEની T20 લીગ માટે, મુંબઈ ઈન્ડિયન્સની અમીરાતે પોતાની ટીમમાં ઘણા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. MIની ટીમમાં કિરોન પોલાર્ડ, ટ્રેન્ટ બોલ્ટ અને બ્રાવો જેવા ખેલાડીઓને તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અમિરાત દ્વારા આ માહિતી આપવામાં આવી છે.


MI અમીરાતમાં 14 ખેલાડી સામેલ થયા
મુંબઈ ઈન્ડિયન્સ અમીરાતે UAE T20 લીગમાં અત્યાર સુધીમાં 14 ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા  છે. આમાં સૌથી વધુ ચાર ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના છે. તો બીજી તરફ, ત્રણ ઇંગ્લેન્ડ, ત્રણ અફઘાનિસ્તાન, એક સ્કોટલેન્ડ, એક નેધરલેન્ડ અને એક દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડના એક ખેલાડીનો સમાવેશ થાય છે. આ અવસર પર આકાશ અંબાણીએ કહ્યું કે હું 14 ખેલાડીઓના સમૂહથી ખુશ છું જેઓ અમારા વન ફેમિલીનો હિસ્સો હશે અને Mi Emiratesનું પ્રતિનિધિત્વ કરશે. અમને કિરોન પોલાર્ડ સાથે રહેવાની ખુશી છે. તો બીજી તરફ ડ્વેન બ્રાવો, ટ્રેન્ટ બોલ્ટ અને નિકોલસ પૂરન પણ અમારી સાથે આવી રહ્યા છે. MI ટીમમાં તમામ ખેલાડીઓનું સ્વાગત કરે છે.


Mi Emiratesમાં આ ખેલાડીઓનો થયો સમાવેશ 



  • કિરોન પોલાર્ડ, વેસ્ટ ઈન્ડિઝ

  • ડ્વેન બ્રાવો, વેસ્ટ ઈન્ડિઝ

  • નિકોલસ પૂરન, વેસ્ટ ઈન્ડિઝ

  • ટ્રેન્ટ બોલ્ટ, ન્યુઝીલેન્ડ

  • આન્દ્રે ફ્લેચર, વેસ્ટ ઈન્ડિઝ

  •  ઈમરાન તાહિર, દક્ષિણ આફ્રિકા

  •  સમિત પટેલ, ઈંગ્લેન્ડ

  •  વિલ સ્મેડ, ઈંગ્લેન્ડ

  •  જોર્ડન થોમ્પસન, ઈંગ્લેન્ડ

  •  નજીબુલ્લાહ ઝદરાન, અફઘાનિસ્તાન

  • ઝહીર ખાન, અફઘાનિસ્તાન
     

  • ફઝલહક ફારૂકી, અફઘાનિસ્તાન

  •  બ્રેડલી વ્હીલ, સ્કોટલેન્ડ

  •  બાસ ડી લીડ, નેધરલેન્ડ



તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગની ઘણી ટીમોએ વિશ્વના અલગ-અલગ દેશોમાં આયોજિત ટી20 લીગમાં ભાગીદારી નોંધાવી છે. મુંબઈ ઈન્ડિયન્સે સાઉથ આફ્રિકા લીગ અને UAEમાં પોતાની ટીમ ખરીદી છે. તો બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ સહિત અન્ય ટીમોએ દક્ષિણ આફ્રિકા લીગમાં કેટલીક ટીમોનો હિસ્સો લીધો છે.


 આ પણ વાંચોઃ


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત


GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત


KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો


Heart Health:કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેકમાં શું છે તફાવત, બંનેમાંથી જીવલેણ કયું થાય છે સાબિત


Stone Treatment: શું બીયર પીવાથી સ્ટોન નીકળી જાય છે, શું છે હકીકત જાણો


Gujarat Election : કોંગ્રેસે માલધારીઓને શું આપ્યું મોટું વચન, સરકાર બને તો કયો મોટો હક્ક આપવાની કરી જાહેરાત?