Afghanistan T20I Captain: અફઘાનિસ્તાન ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર રાશિદ ખાનના ફેન્સ માટે એક ખુશખબર સામે આવી છે. આ શાનદાર ખેલાડીને આઇપીએલ પહેલા એક મોટી તક મળી છે, રાશિદ ખાનને અફઘાનિસ્તાન ક્રિકેટમાં ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તેને મોહમ્મદ નબીના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 બાદ મોહમ્મદ નબીએ ટી20 કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને પદ ખાલી હતુ, જેને હવે રાશિદ ખાન તરીકે ભરવામાં આવ્યુ છે. 


ખાસ વાત છે કે, ગયા ટી20 વર્લ્ડકપ 2022માં અફઘાનિસ્તાનનુ પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતુ, અને નબીને આ કારણે કેપ્ટનશીપ ગુમાવવાનો વારો આવ્યો હતો, તેને હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે રાશિદ ખાનના નામથી ભરી દીધુ છે. હવે ટુંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ રહી છે, અને આ ટી20 ફોર્મેટમાં ફરી એકવાર રાશિદ ખાનનો જલવો જોવા મળી શકે છે. 


અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મીરવાઇઝ અશરફે કહ્યું કે, અફઘાનિસ્તાન ક્રિકેટમાં રાશિદ ખાન બહુજ મોટુ નામ છે, તેને દુનિયાભરમાં આ ફોર્મેટમાં ખુબ ક્રિકેટ રમી છે, તેની પાસે બહોળો અનુભવ છે, આ પહેલા પણ રાશિદ ખાન અફઘાનિસ્તાન તરફથી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, હવે તેને ફરી એકવાર ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અશરફે કહ્યું કે, મને પુરેપુરો વિશ્વાસ છે કે, રાશિદ ખાન બેસ્ટ રમત બતાવશે અને અફઘાનિસ્તાન ક્રિકેટને એક નવા મુકામ પર લઇ જશે.




જોકે, રાશિદ ખાને પણ ખુદ ટી20 કેપ્ટન બન્યા બાદ એક મોટુ નિવેદન આપતા કહ્યું કે, કેપ્ટનશીપ એક બહુ જ મોટી જવાબદારી છે, હું પહેલા પણ મારા દેશ માટે આ જવાબદારી ઉઠાવી ચૂક્યો છું. ટીમમાં ઘણાબધા શાનદાર ખેલાડી છે, મે પહેલાથી તેમની સાથે ક્રિકેટ રમી છે, અમારા માટે આ સારો માહોલ છે. 


રાશિદ ખાનની વાત કરીએ તો અફઘાનિસ્તાન તરફથી રાશિદે 74 ટી20 મેચ રમી છે, જેમાં તેને 122 વિકેટો ઝડપી છે, તે એક સારા બૉલરની સાથે સાથે સારે બેટ્સમેને પણ છે. તેને ટી20નો ધાંસૂ ઓલરાઉન્ડર પણ કહેવામા આવે છે.