નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની પરિસ્થિતિમાં ખરાબ છે, સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેને સ્પષ્ટપણે જોઇ શકાય છે. અહીં ભારતીય ટીમે શરૂઆતી વિજય બાદ ટેસ્ટ અને વનડે સીરીઝ ગુમાવી દીધી છે. કેમ કે ટીમ ઇન્ડિયાની કમાન હંગામી ધોરણે આપવામાં આવી છે. રેગ્યુલર કેપ્ટન પદેથી વિરાટ કોહલીને હટાવી દેવામાં આવ્યો છે, તેની જગ્યાએ રોહિત શર્માને ટી20 અને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જોકે સાઉથ આફ્રિકામાં મળેલી હાર બાદ હવે વિરાટે ખુદે ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દીધુ છે. 


ટીમ ઇન્ડિયાના પૂર્વ કૉચ અને પૂર્વ ક્રિકેટર રહી ચૂકેલા રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન માટે મહત્વનુ નિવેદન આપ્યુ છે. ઇન્ડિયા ટૂડે મીડિયા સાથેની વાતચીત દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટ કોહલીના રાજીનામા બાદ ટેસ્ટ ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપી દેવી જોઇએ, કેમ કે તે એક સારો કેપ્ટન બની શકે છે. તેની પાસે કેપ્ટનશીપનો બહોળો અનુભવ છે, પરંતુ જો રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ નથી કરતો, તો યુવા ક્રિકેટર ઋષભ પંત આ માટે બેસ્ટ ઓપ્શન છે, કેમ કે તે પણ તમામ ફોર્મેટમાં હાલમાં ક્રિકેટ રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત તાજેતરમાં આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરીને ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડી હતી. આવામાં ટીમ ઇન્ડિયા પાસે રોહિત ઉપરાંત, પંત, બુમરાહ, કેએલ રાહુલ જેવા ખેલાડીઓની લાંબી લાઇન છે જે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરી શકે છે. 


ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ બાદ વિવાદોમાં રહી છે. ટી20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટના કેપ્ટનપદેથી રાજીનામુ આપ્યુ બાદમાં બીસીસીઆઇએ વિરાટને વનડે કેપ્ટનશીપમાંથી પણ દુર કરી દીધો હતો. બાદમાં આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરીઝમાં હાર મળ્યા બાદ વિરાટે ખુદ ટેસ્ટ ક્રિકેટના કેપ્ટનપદેથી રાજીનામુ ધરી દીધુ હતુ. હાલમાં વિરાટ કોઇપણ ફોર્મેટમાં કેપ્ટન પદે નથી. રવિ શાસ્ત્રીએ વિરાટ અંગે કહ્યું કે, વિરાટ હજુ બે વર્ષ સુધી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે તેમ હતો.




આ પણ વાંચો..........


Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ


અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ


Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............


ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો


સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી