નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલીઓ હજુ ઓછી થઇ નથી, ત્યાં તો વધુ એક વિવાદ તેના માથે આવીને ઉભો થઇ ગયો છે. હાલમાં જ ત્રીજી વનડેમાં તે નેશનલ એન્થમ દરમિયાન ચીંગમ ચાવતો દેખાયો હતો. હવે પાકિસ્તાની ક્રિકેટરો પણ વિરાટ કોહલી પર સવાલો કરી રહ્યાં છે. તાજેતરમાં જ શોએબ અખ્તરે વિરાટને ટાંકીને કહ્યું કે તેને અનુષ્કા સાથે લગ્ન કર્યા બાદ તેની ક્રિકેટરની રમત ખતમ થઇ ગઇ છે. શોએબ અખ્તરે તેને કેપ્ટનશીપ છોડવા અંગે પણ સવાલો કર્યો છે.
મસ્કટ લીજેન્ડ્સ લીગમાં ભાગ લઇ રહેલા શોએબ અખ્તરે આ વાતનો ખુલાસો કર્યો હતો, તેને એક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, વિરાટ એક એવો ક્રિકેટર છે, જેને પોતાની બેટિંગ પર વધુમાં વધુ ધ્યાન આપીને રન બનાવવા જોઇતા હતા. તેને 120-130 ટેસ્ટમાં વધુમાં વધુ રન બનાવવા જોઇતા હતા, જો તેની જગ્યાએ હું હોત તો આટલી ઉતાવળમાં લગ્ન ના કરતો, આની અસર તેના પ્રદર્શન પર પડી છે.
શોએબ અખ્તરે કહ્યું કે કોહલીએ ઉતાવળ કરી, કારણ તે હજુ વધુ ટેસ્ટમાં સદી ફટકારી શકે છે. તેને પોતાના ફોકસ ક્રિેકેટ પર રાખવાની જરૂર છે.
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી