ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્લેઓફ મેચો રમાઇ રહી છે. દરમિયાન આઇસીસીએ  હાલમાં ભારતમાં ચાલી રહી છે, તેથી આ દરમિયાન ICCએ ટેસ્ટ રેન્કિગ (ICC Test Ranking) જાહેર કરી છે.  ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. 

રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, તેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન છે, જેના 341 પોઈન્ટ છે. IPLમાં રમી રહેલો જેસન હોલ્ડર ત્રીજા નંબર પર છે, જેના 336 પોઈન્ટ છે.

ટોચના 5 ટેસ્ટ ઓલરાઉન્ડર1. રવિન્દ્ર જાડેજા2. રવિચંદ્રન અશ્વિન3. જેસન હોલ્ડર4. શાકિબ અલ હસન5. બેન સ્ટોક્સ

ઓલરાઉન્ડર ઉપરાંત બોલરોની રેન્કિંગમાં ટોપ-5માં પાંચ ભારતીય છે. આ યાદીમાં બીજા નંબર પર આર.અશ્વિન છે જ્યારે ત્રીજા નંબર પર જસપ્રીત બુમરાહ છે. ટોચના 5 ટેસ્ટ બોલર1. પેટ કમિન્સ2. રવિચંદ્રન અશ્વિન3. જસપ્રીત બુમરાહ4. શાહીન આફ્રિદી5. કાઇલ જેમિસન

બેટ્સમેનોની યાદીમાં કેપ્ટન રોહિત શર્માનો જલવો યથાવત છે.  જ્યારે વિરાટ કોહલી પણ ટોપ-10માં સામેલ છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર 1 ટેસ્ટ બેટ્સમેન છે. ભારતનો રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે આઠમા નંબર પર છે, જ્યારે વિરાટ કોહલી 742 પોઈન્ટ સાથે દસમા નંબર પર છે.જો આપણે ટેસ્ટ ટીમની રેન્કિંગ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા નંબર-2 ટીમ છે. ઓસ્ટ્રેલિયા 128 પોઈન્ટ સાથે નંબર-1 ટીમ છે. ટીમ ઈન્ડિયાના 119 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં નંબર-1 છે, જ્યારે ODI રેન્કિંગમાં નંબર-4 છે.

Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી

Digit Insurance IPO: વિરાટ કોહલી સમર્થિત Digit Insurance લાવશે IPO, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના

Crime News: પતિ શરીર સુખ માણવા પ્રેમિકાના લાવવા માંગતો હતો ઘરે, પત્નીએ કર્યું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત